________________
આચારાંગસૂત્ર
(૯)
બ્રહ્મચર્ય बुद्ध्या विशुध्या युक्तो, धृत्यात्मानं नियम्य च । शब्दादीन्विषयांस्त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च ॥१८-५१
સાધક પવિત્ર ભાવનાથી અમે ધીરજથી યુક્ત થઈ આત્મસંયમી બને અને શબ્દાદિ વિષયોને તજી રાગદ્વેષને ઘટાડે.
વિષયસંયમ એ જ સાધનાનું જલસિંચન કરે છે. એને વિના સાધનાનું વૃક્ષ સુકાઈ જાય, કરમાઈ જાય અને અન્ત પડી જાય.
વિષયનિરોધ ઉપર એટલું બધું મહત્ત્વ શા માટે ? એના ઉત્તરમાં શ્રી ગીતાજી જણાવે છે કે – ध्यायतो विषयान्पुंसः संगस्तेषूपजायते । संगात्संजायते कामः कामात्क्रोधोऽभिजायते ॥ २-६२ क्रोधाद्भवति संमोहः संमोहात्स्मृतिविभ्रमः। स्मृतिभ्रंशाद् बुद्धिनाशो बुद्धिनाीित्प्रणश्यति ॥२-६३
વિષયચિંતનથી આસક્તિ ઉત્પન્ન થાય છે. આસક્તિથી કામવિકાર ઉદ્દભવે છે. વિકારથી આવેશ જન્મે છે. આવેશથી સંમેહ અને સંમેહથી સ્મૃતિ નષ્ટ થાય છે. સદબુદ્ધિનો નાશ થયે એટલે વાસ્તવિક જીવન જેવું કશું રહેતું નથી, ભાવમરણ થાય છે.
(૧૦) વિવેક–જાગૃતિ
અપ્રમત્તતા या निशा सर्वभूतानां तस्यां जागति संयमी। यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः॥ २-६९