________________
૩૩
પરિશિષ્ટ આભારી છે. આજે દેખાતાં સાધનોની વિપુલ અને વ્યવસ્થિત સામગ્રી રસો ભેગની સુધાનું પરિણામ છે. છતાં હજુય તૃપ્તિ નથી માટે જ એ વિકાસ તરફ ગતિમાન છે અને એ વિકાસની કુદરતી સૃષ્ટિમાં આવશ્યક્તા અનિવાર્ય છે. પણ છેવટે વિકસતાં વિકસતાં જ્યાં એ વિરામ પામે છે કે પામવાની છે એની શોધ માટે જ નિરાસકિત કે ત્યાગનાં સાધને આધ્યાત્મિક વૈજ્ઞાનિકોએ પ્રજાને આપ્યાં છે.
આધ્યાત્મિક વિજ્ઞાન રસ અને સ્વાદને ભિન્ન માને છે. સૌંદર્ય અને આકારરૂપને પૃથ; માને છે. સ્વાદ એ તે જીભને વિષય છે. જીભ તે રહી મનને આધીન અને મન રહ્યું આત્માને અધીન. એટલે આત્માનું સ્વાસ્થ હોય તે જ સ્વાદ રસ આપી શકે. સારાંશ કે રસ એ આત્માનુભવજન્ય છે, પદાર્થજન્ય નહિ. એ જ રીતે સૌંદર્ય પણ આત્મા છે. શરીરવૈધ નહિ, આથી જ એક અંગ્રેજ તત્ત્વજ્ઞ પણ એ જ ભાખે છે કે “ Beauty is to see not to touch- સૌંદર્ય એ નિરીક્ષણન–વેદન–અનુભવનો જ વિષય છે. એને ભોગવી કે સ્પર્શી શકાય જ નહિ.
આથી ફલિત એ થયું કે રસેપભોગેચ્છા કે સૌંદર્યલિસાની વિકૃતિ એ જ આસકિત અને એમની સંસ્કૃતિ એ જ અનાસક્તિ એટલે રસોપભોગેચ્છા કે સૌન્દર્યલિસાને અનાસક્તિ કે ત્યાગ કોઈ પણ તરછોડતું કે તિરસ્કારતું નથી, તેમ ખુંચવીયે લેતું નથી. માત્ર વાસ્તવિક સ્વરૂપ નીરખવાનું આવાહન કરે છે. આટલું સમજ્યા પછી ત્યાગનો “હાઉ” ભયંકર નહિ લાગે પણ માતાના ખોળા સમો મીઠે લાગશે.
૧ આ રસને જૈન પરિભાષા પ્રમાણે અજીવને ગુણ કેઈ ન કલ્પી લે ! ગીતાજી કહે છે કે:-“વિષય વિનિવર્નન્ત નિરાધાર નિ: રસવ”
સ્વાદેન્દ્રિયાદિના વિષયે સ્વાદ નહિ લેવાથી નિવૃત્ત થાય છે પણ એથી એના પરની રસવૃત્તિ જતી નથી.
૨ વિષચજન્ય સંદર્યલિપ્સાથી થતા પતનને ક્રમ જુઓ-૨–૬–૨ થી અને આચારાંગસૂત્ર–૨–૧–૧ થી. એ જેવાથી સ્થિતપ્રજ્ઞના લક્ષણોનીયે બન્ને વચ્ચેની સમાનતાનું ભાન થશે.