SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ પરિશિષ્ટ અર્થ –મનુષ્ય જેમ પિતાનાં વસ્ત્ર જીર્ણ થયે બીજાં નવાં વસ્ત્રો સજે છે, તેમ શરીર જીર્ણ થયે, આયુષ્યાવધિ પૂર્ણ થશે. તે શરીર છોડી નવું શરીર ધારણ કરે છે; અને એમ એમ કર્મવશાત એની જન્મપરંપરા વિષે જાય છે.* આ ઉપમા એટલી તે સર્વોત્તમ અને સર્વ પ્રકારે જીવના પરિણામી નિત્યત્વને ઘટી શકે છે કે આ ઉપમાદ્વારા હરકેઈ જિજ્ઞાસુ અને બુદ્ધિમાન સાધક તર્કનું સમાધાન યથાર્થ મેળવી શકે. (૧) વસ્ત્ર અને દેહ સંગી હોવા છતાં એ એકબીજાથી ભિન્ન છે, તેમ જીવાત્મા કર્મસંગી હોવા છતાં કર્મથી સમત નથી પણ પૃથક છે. (૨) વસ્ત્ર એ શરીરરક્ષણ તથા શરીરધારણનું સાધન છે, તેમ દેહ પણ આત્માના વિકાસનું સાધન છે. અને એ રીતે શરીરમાર્ચ સહુ ધર્મસાધનમ્ શરીર એ સાધનાનું સર્વોત્તમ સાધન છે. | (૩) વસ્ત્ર જ્યારે નિરુપયોગી થાય ત્યારે બીજું મેળવવા કે ધારણ કરવાની જરૂરિયાત ઉદ્દભવે છે; અને એ જરૂરિયાત પૂર્ણ થાય છે તેમ શરીર જીર્ણ થયે અને નિરુપયોગી સિદ્ધ થયે કર્મ–સૂક્ષ્મ શરીર– બીજું જ પિતાને ગ્ય શરીર ધારણ કરવાની યોજના તૈયાર કરે છે. અને એમ બનવું તે સ્વાભાવિક છે. પણ આ રીતે એ બધાં વસ્ત્રનાં પરિવર્તને વચ્ચે જેમ દેહ મૂળસ્વરૂપે જેમને તેમ જ રહે છે, તેમ આત્મા પણ પિતાના સ્વરૂપે જેમનો તેમ જ રહે છે. (અ. ૨-૨૨.) *શ્રી જિનભદ્રકૃત આવશ્યક નિર્યુક્તિ પર કરેલા ભાષ્ય (વિશેષાવશ્યક)માં ગણધરવાદનાં જે અવતરણે લીધાં છે તેમાં એક શ્લોક આ પ્રમાણે છે:वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि। तथा शरीराण्यपराऽपराणि जहाति गृह्णाति च पार्थ जीवः॥ - પ્રિય પ્રયાના પુત્ર ! જેમ જીર્ણ વસ્ત્રો છોડીને મનુષ્ય બીજે નવાં ગ્રહણ કરે છે તેમ આ જીવ પણ પરંપરાએ જૂનાં છેડે છે અને નવા ગ્રહે છે.
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy