________________
સૈ દ્વા ન્તિ ક
•
પરિચ્છેદ
૧
સામાન્ય ય
તત્ત્વજ્ઞાનનું સામ્ય
હવે
આ પ્રકરણમાં જૈનસંસ્કૃતિના આત્મા શ્રીમદ્ ગીતાજીમાં કેવી રીતે પ્રતિષ્ઠિબિત થયો છે, એ એનાં જ સુનંદાં શ્વાકરત્નાદ્વારા તપાસીએ તે પહેલાં જૈનસંસ્કૃતિના મુખ્યમુખ્ય સિદ્ધાન્તા જોઇ જઈએ.
જૈનસ’સ્કૃતિના મૌલિક સિદ્ધાન્તાઃ—
(૧) જૈનદર્શીન દેહ, ઇંદ્રિયા, મન, મુદ્ધિથીયે પર જે એક અવ્યક્ત તત્ત્વ છે, એ આત્મા છે એમ આત્માનુ અસ્તિત્વ સ્વીકારે છે.
(૨) પણ એ વૈદિક દર્શનાની જેમ આત્મા વિભુત્વવાદી હિ એટલે કે સંખ્યાત્મક દૃષ્ટિએ આત્મા એક જ છે એમ નહિ, પણ અનેક છે; અને એ અનેક આત્માઓનું સૌસૌનું વ્યક્તિત્વ પણ ભિન્નભિન્ન છે, એટલે આત્માનું અનેકત્વ અથવા સ્વતંત્ર આત્મતત્ત્વવાદ એમ માને છે,
(૩) આત્મા પોતે પોતાના મૂળ સ્વરૂપથી નિત્ય છે, એટલે કે આત્માનુ નિત્યત્વ જૈનદર્શન સ્વીકારે છે.
(૪) છતાંયે સાંખ્યની જેમ આત્મા ‘ફ્રૂટસ્થ નિત્ય ' નહિ પણ પરિણામી નિત્ય ” છે.
6
"
(૫) કારણ કે કર્માંના એ જ કર્યાં છે. અને એ જ એને ભાક્તા છે.
(૬) ભગવાન કે ઈશ્વર કાઈ પણ કાર્યના કે કર્મના કર્તા કે લદાતા નથી. જીવાત્મા પોતે જ પોતાના અજ્ઞાનથી રાગદ્વેષાદિ દોષયુક્ત ક્રિયાદ્નારા કર્મ બંધન કરે છે, અને એ જ એનું ફળ ભાગવે છે,
'
એટલે કે ઈશ્વરનું અકત્વ' જૈનદર્શનને માન્ય છે.