SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ આચારાંગસૂત્ર નવીનતાના ઉમેદવાર અને હકદારો સૌ હોવા છતાં એ નવીનતાની રસાનુભૂતિ સૌને એકસરખી કેમ જામતી નહિ હોય ? નવીનતાનું પાત્ર પામ્યા પછીય એમાં સ્થિરતા શાથી નહિ થતી હોય ? સાચી નવીનતા શામાં છે ? જીવનમાં છે કે જીવનની બહાર છે ? એ પ્રશ્નથી શ્રી આચારાંગને પ્રારંભ થાય છે. અધ્યાત્મશાસ્ત્રીઓ કહે છે કે સાચી નવીનતાની તાલાવેલી જ નિત્યતન આત્માની જિજ્ઞાસા છે, અને એ નવીનતાની પ્રાપ્તિ શોધ જૂનું છેડી દેવાથી જ મળી શકે છે. જૂનું એટલે કૃત્રિમ અને નવું એટલે સહજ. તેઓ કહે છે કે • આત્માને કેઈ જોઈ શકતા નથી તોય એની સુન્દરતા (Beauty) એવી છે કે તે તરફ સૌ આકર્ષાય છે તેનું કારણ એ છે કે એ સહજ હોવા છતાં નવીન છે. क्षणे क्षणे यन्नवतामुपैति तदैव रूपं रमणीयतायाः । તોથમરમાા અર્થ-જે ક્ષણે ક્ષણે અભિનવતા પામે છે તેવી રમણીયતા આત્મામાં છે. જૂનું છોડી દેવું એનું નામ ત્યાગ. નવામાં જતાં જે અટકાવી રાખીને જૂનામાં જ મૂંઝવી મારે એ મેહ. પણ જગતને પ્રશ્ન એ છે કેઃ “અમને તે ભોગ જોઈએ છે. ત્યાગ નથી જોઇતે. સૌદર્યલિસા અને રસોપભગ એ જીવનમાં બે અમૂલાં તો છે. અધ્યાત્મશાસ્ત્ર એને જ જગતના સૂજન- ત્યાગ કરવાનું કહે છે. જગતને સાધુડા બનાવી મૂકવા જૂના પ્રશ્નો એ એને પ્રધાન સૂર છે. જગતમાં વાગી રહેલી આ બંસરીના મૃદુ અને મંજુલ સ્વરને છેડી એ બસરા સૂરને સાંભળવાને અમારા કાન તૈયાર નથી. માફ કરે.”
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy