SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૫ વીરપ્રભુની તપશ્ચર્યા તપશ્ચર્યામાં જ્ઞાન સાથે ધ્યાનનું પણ સ્થાન આવશ્યક છે. કારણકે બહારથી ઘૂસતા વિકલ્પોના અનિષ્ટની ચેકી તો ધ્યાન જ રાખી શકે છે. સર્વ ઇંદ્રિયેમન, વાણુ અને કમને સત્ય પર એકાગ્ર કરી રાખવાની અદ્દભુત શક્તિ પણ ધ્યાનદ્વારા જ સાંપડે છે. એટલે આ રીતે જ્ઞાન અને ધ્યાન એ બને તપસ્વીને અનિવાર્ય આવશ્યક છે. જે એ બન્ને મેળવે છે અને એ સૌ શક્તિમાં ગાબડુંય નથી પડતું અને દુર્વ્યય પણ નથી થતું અને ધ્યાનપૂર્વકની તપશ્ચર્યા કેવળ આત્મવિકાસમાં સાંગોપાંગ ઉપયોગી બની રહે છે. આવી તપશ્ચર્યા એટલે જવલંત ભઠ્ઠી. એમાં અનેક જન્મનાં સંચિત થયેલાં કર્મકાડૅ ક્ષણવારમાં બળીને ભસ્મીભૂત થાય છે, અને ચૈતન્યને અપ્રતિહત પ્રકાશ જીવનના સર્વ ભાગમાં પથરાઈ જવાથી અંધકાર દૂર થાય છે. આથી જ શ્રમણ મહાવીરના આયુષ્યકાળને છઠ્ઠા કરતાંયે વધુ હિસે કેવળ તપશ્ચર્યાની ક્રિયાને ખોળે આવે છે, અને એમના સાધનાકાળનું તો એ મુખ્ય કેન્દ્ર છે. દીર્ઘતપસ્વી મહાવીરે તપશ્ચર્યા સંબંધ સીધી રીતે આંતરિક વૃત્તિઓ સાથે છે એ હેતુ બરાબર જળવાઇ રહે એટલા ખાતર તપશ્ચરણના મુખ્ય-આંતરિક અને બાહ્ય એવા બે ભેદે, અને તેના પેટા વિભાગ મળી કુલ બાર ભેદે વર્ણવ્યા છે. એ બધા ભેદને એમણે પોતાના જીવનમાં કેવી રીતે ઉતાર્યા હતા એ વર્ણવતાં ગુરુદેવ બેલ્યા:– [૧] તપસ્વી જંબુ! શ્રમણ ભગવાન મહાવીર રોગોથી અસ્પૃશ્ય ને નીરોગી હોવા છતાં અલ્પભેજન (મિતાહાર) કરતા. વળી વહાલા ૪ અધિક વર્ણન સારુ જુઓ:-શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર અધ્યયન ૩૦મું
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy