SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ આચારાંગસૂત્ર એમ કહેતા કે “આ ભૂત જેવો કોણ છે ?” અને એમ કહી કેવળ બુમ પાડવા લાગી જતા. (અને બીજા લોકોને પણ એકઠા કરતા.) [૯] વહાલા ભિક્ષુક જંબૂ! કઈ વખતે તો ત્યાં વસતા અનાર્યો એ મહાશ્રમણને પકડીને તથા તેમના દેહ પર અનેક ઉપસર્ગો (પીડાઓ) ઉત્પન્ન કરીને તેમનું માંસ પણ કાપી લેતા, અથવા તો એમના પર ધૂળ વરસાવતા. કઈ તે કેટલીક વાર ઊંચે ઊંચકીને તેમને નીચે પટકી પાડતા, અથવા ધ્યાનસ્થ આસને બેઠા હોવા છતાં તે આસનને ડગડગાવી ધ્યાનથી ચલિત કરવાનું કુતૂહલ કરતા. પરંતુ આવા પ્રત્યેક પ્રસંગે દેહાધ્યાસ, દેહમમત્વને દૂર રાખી તથા વાસનારહિત બની એ શ્રમણ સમભાવને ધાર્યું જ જતા હતા. [૧૦] ઓ મેક્ષના સંપૂર્ણ અભિલાષી જબૂઆ રીતે જેમ બખ્તરથી સજજ થયેલે કોઈ વીર સુભટ યુદ્ધને મોખરે ચડી ભાલાથી ભેદવા છતાં (બખ્તર હવાથી) ભેદા નથી કે ડરતે નથી, તેમ પ્રબળ સત્ત્વવાળા ભગવાન મહાવીર પણ એ ઉપસર્ગોનું બધું કષ્ટ સહવા છતાં લેશ પણ ચંચળ ન બનતાં બરાબર અડેલ તથા અચલ રહ્યા.) નોંધ –ભાલાં અને હાડકાંનાં ખપ્પર વગેરે શસ્ત્રો પરથી તે પ્રદેશમાં કેવા પ્રકારના જંગલી લોકે રહેતા હતા એ સ્પષ્ટ થાય છે, જેમને સાંભળતાં પણ કમકમાટી ઉપજે એવાં વિવિધ સંકટોનો આ સૂત્રોમાં ઉલ્લેખ છે. તોયે એ બધાં એમણે સમભાવે સહ્યાં હતાં એમ પણ સૂત્રકારની સ્પષ્ટ સાક્ષી છે. ત્યારે અહીં એ પ્રશ્ન થવો સ્વાભાવિક જ છે કે એમણે એ બધું મનમાં પણ આવ્યા વગર શી રીતે રહ્યું હશે ? એનો ઉકેલ પણ સૂત્રકાર સાથે ને સાથે દશમાં સૂત્રમાં આપી દે છે. અહીં આપેલી વીર સુભટની ઉપમા પણ સંપૂર્ણ રીતે સુંદર ઘટે છે. વીર સાધક જેમ બખ્તર હોવાથી શસ્ત્રો પડવા છતાં ભેદતો નથી, તેમ શ્રવણ મહાવીરને વૃત્તિ પર આત્મભાનથી જાગૃત થયેલી શુદ્ધ વિવેકબુદ્ધિનું બખ્તર હતું એટલે જ તેઓ અડેલ અને અખલિત સમભાવ રાખી શક્યા. [૧૧] મોક્ષાથી જંબુ ! આ રીતે શ્રમણ ભગવાન મહાવીરે જે માર્ગનું પાલન કર્યું છે તે માર્ગને અન્ય સાધકે પણ અનુસરે.
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy