SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણની સહિષ્ણુતા ૪૦૩ તે નિગ્રન્થની દષ્ટિમાં આય અને અનાર્યની એવી વિષમબુદ્ધિ કે ભેદબુદ્ધિને અવકાશ નહેતે. તે શ્રમણવર તે સર્વ પર સમભાવી હતા. છતાંયે અનાર્યત્વના સંસ્કારેને વશ થયેલાં અનેક જદ્વારા વિવિધ રીતે એ યેગી પર અનાર્યત્વના નમૂનારૂપ ઉપસર્ગો નડયા. અને એ અનેક દુસહ સંકટમાં પણ જે તત્ત્વનું અવલંબન લઈ તેઓ સંયમી, સ્થિર અને સમભાવી રહ્યા તે પ્રતિકારરહિત સહિષ્ણુતાનું ચિત્ર આલેખતા ગુરુદેવ બેલ્યા [૧] મેલાથી જંબૂ! મહાનિગ્રંથ મહાવીર, કર્કશ સ્પર્શ, ટાઢ, તાપ તથા ડાંસ અને મચ્છરના ડંખ વગેરે વિવિધ પરિષહોને સમભાવપૂર્વક સહન કરી શક્તા. નોંધ –તેઓ વસ્ત્ર ન રાખતા હોવાથી દેહ પર ટાઢ, તાપ, કઠેર સ્પર્શ અને ડાંસ તથા મચ્છર વગેરેના ડંખનો અનુભવ થવો સ્વાભાવિક હિતે. શ્રમણ મહાવીર એ કષ્ટોને મજપૂર્વક સહી લેતા એટલું જ નહિ, પણ ત્યાંય સમભાવ રાખી શકતા. એટલે કે તેમનું ચિત્ત પણ તેને બચાવ કરવા પ્રેરાતું નહિ એમ કહી સૂત્રકાર અહીં શ્રમણ મહાવીરની સતત જાગ્રતદશા અને અખંડ એકાત્મલીનતાનાં દર્શન કરાવે છે. [૨] સાધક ખૂ! વળી તે દીર્ધ તપસ્વી મહાવીર દુર્ગમ્ય એવા લાટ દેશના વભૂમિ અને શુભૂમિ નામના બન્ને વિભાગોમાં વિચર્યા હતા. ત્યાં તેમને રહેવાને સ્થાન પણ હલકાં (વિષમ) મળતાં અને આસને (બેસવાનાં સ્થાને) પણ તેવાં જ મળતાં. નોંધ:–લાટ દેશમાં વજભૂમિ અને શુભ્રભૂમિ એ બને ભૂમિને વજભૂમિને વિભાગ. વજ=Hard અથત સખત, અને ભૂમિ=soi અર્થાત કે પ્રદેશ કે જમીન. It means hard soil. That is such country where religious preaching had very little effect on
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy