SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ આચારાંગસૂત્ર ત્યાગી સાધકનાં પાદવિહાર અને ભિક્ષા જનકલ્યાણના હેતુભૂત હાઈ ઉપયાગી છે, તેમ સાધકના પેાતાના વિકાસ માટેય આ રીતે ઉપયેાગી છે. શ્રમણ મહાવીરે સાધનાકાળમાં પેાતાના ધ્યેયને જાળવવા સારુ જે અખંડ જાગૃતિ રાખી હતી, તેવી જાગૃતિ પ્રત્યેક ત્યાગી સાધક રાખે. ચેચ જાળવીને જે ક્રિયા થાય છે તે અલ્પ હોય તાયે તેનુ ફળ જીવન પર અદ્ભુત અને અજોડ અસર ઉપજાવે છે. શ્રમણ મહાવીર પૂર્વકાળના યાગી હતા અને જ્ઞાની પણ હતા, છતાં ગૃહસ્થ જીવનના આદેશથી માંડીને ત્યાગના ઉત્કૃષ્ટ આદર્શ સુધી તેઓએ ક્રમ જાળવી જગતકલ્યાણ સારું સાધકની વિકાસસીડી સમાવી. ગૃહસ્થાશ્રમમાં રહ્યા તેાયે ચેચપૂર્વક રહ્યા. ગૃહસ્થાશ્રમ છેડ્યો તયે ચેચપૂર્વક છેાડ્યો. સમધા છેડ્યા તે પણ સમજીને છેડયા. ત્યાગને આરાધ્ય તે પણ ક્રમપૂર્વક આરાધ્યેા. તથા સાંચમના અને તપશ્ચરણને ક્રમ વગેરે બધું પણ ક્રમશઃ અને હેતુપૂર્ણાંક પાળ્યું અને પરખ્યું. વસ્ત્ર ધારણ કરે કે ત્યાગા એમાં મુક્તિનાં મૌક્તિક નથી, પણ મુક્તિ તે મૂર્છાના ત્યાગથી છે એમ એમણે જીવી બતાવ્યું. તેઓના ત્યાગમાની વચ્ચે કાંઇક સ્ત્રીઓનાં, મધુર ભેાજનેનાં, મનુલ સાધનેાનાં અને ભકતાનાં ચશેાનાં ઇત્યાદિ પ્રલાભને હતાં. તેાયે તેઓ સચમમાં સ્થિર રહ્યા અને કર્કશ વચનેા, કલુષિત નિંદા, તાડન, તથા અપમાનનાં દુઃખા સામે પણ તે અડેાલ રહ્યા. આ રીતે એમણે પેાતાના જીવનદ્વારા સાધકાને સમતાયાગની સાધનાનું રહસ્ય સમજાવ્યું. પેાતાના પગ ઉપર ઊભા રહી જેમ શ્રી મહાવીર અલ્પમાંથી મહાન બન્યા અને ક્રમશ: સંપૂર્ણ થયા, તેમ તે માગે પ્રત્યેક સાધક પેાતાની શક્તિ તપાસી, ક્રમપૂર્વક આગળ વધી, પેાતાનુ ધ્યેય નિશ્ચિત કરીને દ્વારા અભીષ્ટ સાધવાને પ્રયાસ કરે. એમ કહું છું. ઉપધાનશ્રુત અધ્યયનને પ્રથમ ઉદ્દેશક સમાપ્ત થયા.
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy