SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ આચારાંગસૂત્ર નોંધ –-આ આખું આઠમું અધ્યયન ખાસ કરીને પ્રતિજ્ઞાનું મહત્વ અને સંચમની વાસ્તવિક્તા સમજાવે છે. આગળના ઉદ્દેશમાં અને સૂત્રોમાં વસ્ત્ર પાત્રના સંયમમાં સૌથી પ્રથમ બ્રહ્મચર્યવ્રતને સમાવેશ છે. અથવા બ્રહ્મચર્ય જ સાધનામંદિરનો મુખ્ય પાયો છે એમ કહીએ તો ચાલે. એટલે બ્રહ્મચર્યની રક્ષા માટે વાસનાક્ષેત્રની વિશુદ્ધિ કરે તેવા બહારના ઉપચારો અને વિચારોના વ્યવહાર માર્ગો પણ અગાઉ ચર્ચાઈ ગયા છે. અહીં અબ્રહ્મચર્યની વાસનાને ઉત્તેજિત કરવામાં સ્વાદ જે કારમી અસર ઉપજાવે છે તે બતાવતો ઉલ્લેખ છે. સ્વાદની દષ્ટિએ ડાબા ગલોફામાંથી જમણું ગલોફામાં પણ અન્ન ન લઈ જવાય ત્યાં સુધી સૂત્રમાં વ્યક્ત થતો કાબૂ સ્વાદજય એ સાધનાનું અગત્યનું અંગ છે તેની ખાતરી આપે છે. બધી ઇન્દ્રિયના સંચમની વાત તે સૂત્રકારે અગાઉ કરી છે પણ આટલે હદ સુધી કડક નિયમન કેવળ જીભ માટે કહ્યું છે. અને તેટલું જ તેની પાછળ રહસ્ય છે. સૂત્રકાર મહાત્મા એ રહસ્યને ટૂંક શબ્દમાં પણ વધુ સ્પષ્ટ કરી દે છે. તેઓ કહે છે કે સ્વાદ જયથી બધી પંચાત પતી જવાની. સ્વાદના અસંયમ પર જ મુખ્યત્વે જગતના સર્વ પ્રપંચનું મંડાણ છે. પણ આ વાત ખૂબ ઊંડેથી વિચારતા જ યત્કિંચિત પણ સમજાય તેવી છે. જીવનના પ્રત્યેક પ્રસંગને અવેલેકવાથી જણાશે કે સ્વાદ એકલી જીભનો જ વિષય નથી, પણ પ્રત્યેક ઇન્દ્રિયને વિષય છે. આ વાત સ્વાદની વ્યાખ્યાથી કંઈક વધુ સ્પષ્ટ થશે. માટે ટૂંકમાં કહું છું –સ્વાદ એટલે રસની વિકૃતિમાંથી રસ મેળવવાની ઝંખના, અને એની પૂર્તિ માટેનો પ્રયાસ એ જ સ્વાદ પરનો અસંયમ–અકાબૂની ક્રિયા. પદાર્થ માત્રમાં રસ તો હોય જ છે, અને ભૂખ લાગે ત્યારે પદાર્થ માત્રમાં રસ છે, તેવી સૌને ઓછીવતી પ્રતીતિ પણ થઈ હશે. ભૂખ લાગે ત્યારે ખાવું એ ધર્મ, કારણ કે ત્યાં જરૂરિયાત છે; અને જ્યાં સુધી વસ્તુ જરૂરિયાતની દષ્ટિએ વપરાય છે ત્યાં સુધી વસ્તુને કે વૃત્તિને વિકૃત કરવાનું મન કોઈનેય થતું નથી. પણ જ્યારે ખાવું એ ધર્મને બદલે પદાર્થો ભેગવવા એ ધર્મ એટલું જ અંગ રહે છે, અને જરૂરિયાતનું લક્ષ ચુકાય છે, ત્યારે ખાવામાં કે સ્વાભાવિક પદાર્થો વાપરવામાં રસ આવતો નથી. રસ મેળવવાની ઇચ્છા તે વૃત્તિમાં છે જ, અને તે સહેતુક છે. પણ જરૂરિયાત જ રસ સજે છે, જરૂરિયાતમાંથી રસ ઉત્પન્ન થાય છે, એ વાત
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy