SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ સ’૫મળની સિદ્ધિ કદાચ પ્રકૃતિની પ્રખળ અસરથી એવા વિચાર આવી જાય કે પરિષહે કે ઉપસર્ગામાં સપડાઈ ગયા છું અને તેને સહન કરવા માટે હવે કાઈ પણ રીતે શક્તિમાન નથી” તો તેવા પ્રસ ંગે વિચાર, ચિંતન, સતસંગ અને એવાં અનેકવિધ સાધનેાથી બને ત્યાં સુધી તેમાંથી ખસી જવું, પરંતુ પ્રતિજ્ઞાભંગની અકાય (મૈથુનાંદિ) પ્રવૃત્તિ ન કરવી. જો કાઈ રીતે પ્રતિજ્ઞામાં દૃઢ ન રહેવાતું હાય તા વેહાનસાદિ (અકાલ) મરણથી મરી જવાનું પસંદ કરવું (પણ અકાય ન આચરવું). કારણ કે તેવા પ્રસંગનું આકસ્મિક મરણ પણ અણુસણુ અને મૃત્યુકાળના મરણ જેવું નિર્દોષ અને હિતકર્તા ગણાય છે. રીતે મરણને શરણ થનારા પણ મુક્તિના અધિકારી હોઈ શકે છે. ધણાયે નિર્માંહી પુરુષાએ તેવા પ્રસ ંગે આવા મરણનું શરણુ લીધું છે. માટે તે હિતકારી, સુખકારી, સુચાગ્ય કક્ષયના હેતુભૂત અને અન્ય ભવમાં પણ પુણ્યપ્રદ થાય છે. આ ૩૨૧ re હું નોંધઃ—આ સૂત્રના મૂળપાઠમાં શીતપના પરિષદ્ધ લખ્યા છે. પરંતુ વૃત્તિકાર અને ટીકાકારને મત એ છે કે અહીં કેવળ શીતપ જ પદ્મથી આદિ લઈ મૂળવ્રતની વાત કહેવાના સૂત્રકારને આશય છે. અને આ વાત વધુ ખંધબેસતી છે. કારણ કે શીતપ સહન ન થાય તે તે માટે તે પ્રથમ સૂત્રમાં સૂત્રકાર મહાત્માએ વધુ વસ્ત્રો રાખવાની છૂટ ખાપી છે. એટલે અહીં તે! મૂળવતને લગતી વાત જ સુતિ છે, અને તે પણ જે વ્રતમાં અપવાદને લેશ પણ સ્થાન નથી એવા ચેાથા વ્રતને લગતી વાત વધુ પ્રાસંગિક છે. કારણ કે આપધાત કરવાથી જૈનદર્શનમાં અનેક જન્મમરણા અને અધમ ગતિ પ્રાપ્ત થાય છે તેવું સ્પષ્ટ કથન છે. અને ભગવતી સૂત્રાદિ સૂત્રે એની સાખ પૂરે છે. છતાં અહીં આપઘાત કરવા સુધીનું કહે છે. તેની પાછળ એટલેા જ મહાન આરાય હેાવા ઘટે. ઊંડા ઊતરતાં એ વાત સહેજે સમજાશે. બ્રહ્મચર્ચ ખંડનથી સંચમમય જીવન હણાય છે, આત્મા હણાય છે. એ વાત તેા છે જ, પણ અહીં તે સાધકે જે વસ્તુની પ્રતિજ્ઞા કરી હેાય—પછી ૨૧
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy