________________
૩૧૭
દિવ્ય દૃષ્ટિ શું? ” આવા આત્મવિશ્વાસને બહારનાં વચને લેશ પણ કેધ ઉત્પન્ન કરાવી. શકે નહિ, અને સમભાવથી ડગાવી શકે નહિ.
પણ હજુ જે સાધકની દષ્ટિ બહાર હોય છે, એની ચિત્તશાનિતના જળાશયને આ બહારનાં વચનરૂપી કાંકરાઓ ક્ષણેક્ષણે પડીને ખળભળાવે છે. જેની આંતરદષ્ટિ હોય છે તેને ઉપરનો ખળભળાટ લેશ પણું ખળભળાવી શકતો નથી; અને એ પુરુષો જે કંઈ બોલે છે તે પોતાના ઉપરના પ્રતિકાર માટે નહિ, પણ કેવળ સામાના સમાધાન અર્થે બોલે છે–અથવા મૌન ભજે છે. એવો આ સૂત્રમાં રહસ્યસ્ફોટ છે.
અને જેમ એ સાધક કેદને દૂભવત નથી, કે કોઈથી દુભાતો નથી, તેમ કોઈ પ્રલોભનમાં પડી જઈને પિતાની ક્રિયાનેય છેડી દેતો નથી. કારણ કે એની સામાન્ય દેખાતી ક્રિયાઓ પણ સહજ હોય છે. જ્યાં સહજતા છે
ત્યાં સારાં કે માઠાં, અનુકૂળ કે પ્રતિકૂળ ગમે તેવાં નિમિત્તે મળે તોય એનામાં નિમિત્તને વશ થઈ સંયોગાધીન પરિવર્તન થઈ શકતું નથી. અને ઉપાદાનની જેમજેમ શુદ્ધિ થતી જાય, તેમતેમ બાહ્ય ક્રિયાનાં રૂપો પલટાય. એ પલટામાં તે સ્વરૂપસ્થિરતા હોઈ એ પરિવર્તનમાં પણ સહજતા છે, એટલે તે વિષે કંઈ કહેવાનું રહેતું નથી. આ બધા પરથી એ ફલિત થયું કે
ઉપસંહાર સમભાવ એ આત્મસ્વભાવની પ્રાપ્તિ કે આનંદના સાક્ષાત્કારની પ્રાપ્તિના માર્ગમાં પ્રવેશવાનું મુખ્ય દ્વાર છે. સમભાવ એ જ ધર્મ છે, એવી ધર્મની ઉદાર વ્યાખ્યા મળે છે. સમભાવમાં આર્યસંસકૃતિનાં મૂળ છે. દયા પણ સમભાવી જ પાળી શકે. સમભાવના પાચા ત્રણ છેઃ નિઃસ્વાર્થતા, અર્પણતા અને પ્રેમ. એ ત્રણ પાયા પર જે ક્રિયાથી જીવનનું ચણતર થાય એ ક્રિયાનું નામ ધર્મકિયા.
યોવનમાં ધર્મ સહજ છે. જીવનનું સૌંદર્ય, ઉત્સાહ, એજ અને આકર્ષણ એ ચૌવનશક્તિનાં પ્રતીક છે.
યૌવન એ જીવનનું હોકાયંત્ર છે. એ જે માર્ગે વળે તે પર વિકાસ કે પતનને મુખ્ય આધાર છે.
દિવ્ય દૃષ્ટિનું કુરણ યૌવનગત સુસંસ્કારમાંથી જન્મે છે. વૃત્તિના સંચમ વિના દિવ્ય દષ્ટિ અને વિશ્વબંધુત્વને સંભવ નથી.
એમ કહું છું. વિમેક્ષ અધ્યયનને તૃતીય ઉદ્દેશક સમાપ્ત થયો.