SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈને જે કંઈ પૂછવા યોગ્ય લાગે તે સ્વયં સમાધાન ન કરતાં નિઃસંકોચભાવે મને પુછાવી લે એ હું ઈચ્છું છું. આ અનુવાદમાં પણ સંકલનાદષ્ટિ તો પૂર્વવત્ જ છે. આ અનુવાદની અર્થરચનામાં સૂત્રોના અક્ષરશઃ અર્થે જ મૂક્યા છે અને જ્યાં આંતર વક્તવ્ય છે તે ( ) કૌંસમાં મૂકયું સંકલના અને રચના છે. નોંધરચનામાં આચારાંગની મૌલિક સંસ્કૃતિ જાળવવાની અને આજની જૈન સંસ્કૃતિથી ટેવાયેલા સાધકને મૌલિક જૈનસંસ્કૃતિ તરફ વધુ લક્ષ આપતે કરવાની દષ્ટિ મુખ્ય રાખી છે. એથી કદાચ ઘણુંય પ્રથમ દૃષ્ટિએ જેનારને નવીન જેવું લાગશે, કેટલાકને ક્ષોભજનક કે કુતૂહલ જનક પણ નીવડશે. પરંતુ જેમ જેમ તે સ્વતંત્ર બુદ્ધિથી વિચારશે, તેમતેમ એમાંથી નવપ્રેરણું મળી શકશે. સાધકના જીવનમાં ક્ષણે ક્ષણે ઉદ્દભવતા વિકલ્પ, વૃત્તિનાં કંકો અને આવી પડેલી ખાટીમીઠી પરિસ્થિતિઓમાંથી ઊગરી એકાંતશાંતિ અને અડોલ સમભાવમાં રહી શકવાની શક્તિ કેળવવાનું કને મન ન થાય ? એ જિજ્ઞાસાને સંતોષવાનું લક્ષ નેંધ, ઉપસંહાર અને બીજી વિવિધ સામગ્રીની રચના પાછળ મુખ્યરૂપે રાખવા પ્રયત્ન કર્યો છે. ભાષાદષ્ટિએ સરળ શબ્દો વાપરવા તરફ વિશેષ ધ્યાન આપ્યું છે. એ ઉપરાંત પણ આ સૂત્ર કેવળ સૂત્રાત્મક હોઈ ભાવનાદષ્ટિએ અતિ ગહન છે, એને ભાવની દૃષ્ટિએ પણ સરળતા હળવું બનાવવા શક્ય એટલે પ્રયત્ન સેવ્યો છે. આધ્યાત્મિક ભાવના તથા પારિભાષિક શબ્દ ઉપર જૈન સંસ્કૃતિની છાપ હેવી સ્વાભાવિક હોવા છતાં કંઈ પણ ધર્મને સાધક એ બધા ભાવને સમજી શકે એટલું જ નહિ, બલકે જીવનગ્રાહ્ય બનાવે એ રીતે લખવા કોશિશ કરી છે. ગૃહસ્થદશાના સાધક જીવનથી માંડીને ત્યાગીજીવનના આજ સુધીના મારા પિતાના અનુભવ અને અનેક સાધકોના સુખદ
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy