________________
૩૧૧
દિવ્ય દષ્ટિ આવો સાધક જન્મ અને મૃત્યુનું રહસ્ય જાણે છે, પતિમાર્ગને નિષ્ણાત ગણાય છે, અને એજસ્વી બની જગતની દષ્ટિએ અદ્વિતીય જેવો લાગે છે. (અદ્વિતીય એટલા માટે કે જગતની પ્રવૃત્તિ નિરાળી હોય છે. જગત રાગ અને દ્વેષને વધારનાર સાધનોઠારા સાધ્ય મેળવવા માંગે છે, આ સાધક આ ઊલટી રીતિને ત્યાગ કરે છે અને સાધ્યને બાધક થતાં બધાં કારણોને દૂર કરી સાચાં સાધનો દ્વારા સાધ્ય મેળવવાને પંથે પળે છે.)
નોંધ—પણ આખા વિશ્વની સાથે એ ઉદાર સમતા “ મિલી મે સાવ મૂg” કે “મારવત્ સર્વ કાન્ત” એવાં એવાં માત્ર સુત્ર બલ્ય ન સાધી શકાય એટલા માટે જ એ મહાપુરુષોએ એને વ્યવહાર માર્ગ પણ બતાવ્યો છે એમ સૂત્રકાર આ સૂત્રદ્વારા કહી દેવા માગે છે.
જૈનદર્શનકારેને સામ્યવાદની વ્યાપક્તા માટે સંયમ, આહસા અને તપ એ ત્રણ સાધનો દેખાયાં, અને તેથી તેમણે ધર્મનાં તે જ લક્ષણે બતાવ્યાં. ત્યાગને આદર પણ આ જ દષ્ટિબિંદુથી જૈનધર્મને અભિમત છે, એમ પણ આ સૂત્રમાં છે.
સંયમ વિના જગતમૈત્રી સાધી ન શકાય એ વાતને વધુ સમજાવવી. પડે તેમ નથી. અને મિત્રભાવ આવ્યા વિના સમભાવે વતી ન શકાય તે પણ તેટલું જ સ્પષ્ટ છે. અતડાઈ મેહ, જડતા, સ્વાર્થધતા અને નિર્દયતા ઇત્યાદિ દે અસંચમના ચિહનરૂપ છે.
સંયમ એટલે પરિગ્રહને ત્યાગ એટલું જ નહિ, પણ અહીં પરિગ્રહવૃત્તિને ત્યાગ બતાવ્યો છે એ ખૂબ મનનીય છે. જે પરિગ્રહવૃત્તિના ત્યાગના પરિગ્રહને ત્યાગે છે, એ જ આદર્શ નિષ્પરિગ્રહી બની રહી શકે છે. નહિ તો એ એક ક્ષેત્ર મૂકી બીજા ક્ષેત્રમાં જતાં ત્યાં એક મૂકી બીજે પરિગ્રહ વધારવાને. આ બીના અનુભવગમ્ય પણ છે. પરંતુ જેણે વૃત્તિમાં નિષ્પરિગ્રહીપણું મેળવ્યું હશે, તે જગતના કોઈ પણ ક્ષેત્રમાં જાય તોય નિષ્પરિગ્રહી રહી રાકવાને. જૈનદર્શનમાં જે “રાવી”ની પરિપાટી ચાલે છે તે આ અપેક્ષાએ છે. ઉપયોગિતાની દષ્ટિએ પદાર્થોની મર્યાદા કરી પરિગ્રહવૃત્તિને રોકવાનો પ્રયોગ આદરવો એનું નામ સંચમ, અને આત્મરક્ષાનું દયેચ જાળવીને સંચમી ભાવનાથી જે ક્રિયા થાય તેનું નામ અહિંસા