________________
દ્વિતીય ઉદ્દેશક
પ્રલોભનય
પ્રથમ ઉદ્દેશમાં કુસંગત્યાગની બીના વણવી. આ ઉદ્દેશકમાં સાધનામાર્ગમાં વારંવાર ઉપસ્થિત થતાં છતાં સામાન્ય દેખાતાં પ્રલોભને કે જે વસતિસંગથી દૂર રહેતા સાધકને પણ પિતાની જાળમાં પકડી પાડે છે, એમને અહીં ઉલ્લેખ છે.
પ્રલોભને સુવર્ણની સાંકળ સમા છે. એમનામાં એક એવું આકર્ષણ છે કે એમના બંધનમાં કેઇ ન નાખે છતાંયે મનુષ્ય હોંશેહોંશે સ્વેચ્છાપૂર્વક બંધાય છે. અને બંધાયા પછી ઊલટે પિતાને પુણ્યશાળી મનાવે છે. જેમાં આ એક અતિ આશ્ચર્યજનક વસ્તુ છે.
સંયમના કડક નિયમોથી કંટાળેલા મુમુક્ષુ સાધકે પણ કેટલીકવાર આ બેડીમાં સપડાઈ જાય છેઅને પછી એમની. તે સમયની માનસિક નબળાઈને લાભ લઈ પ્રલોભને