SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ આચારાંગસૂત્ર - જેટલે અંશે આ વ્રતો ક્રિયામાં ઊતરે તેટલે અંશે તે આર્ય ગણાય. એમ કહીને–આર્યપદ મૂકીને-સૂત્રકારે આર્ય ગણાતા કે આર્ય થવા મથતા માનવમાત્રને આ સનાતન ધર્મ છે એમ સૂચવ્યું છે. આર્ય શબ્દ કેઈ એક ક્ષેત્રને કે કેઈ એક મંત, પંથ કે ધર્મને શબ્દ નથી. ‘આર્ય એટલે સભ્ય માનવ.” જગતની સર્વ માનવપ્રજા પોતાને સભ્ય કહેવડાવવાનું પસંદ કરે છે. એટલે આ ધર્મ આખાયે વિશ્વને છે. વિશ્વની શાન્તિનું મૂળ પણ એ ધર્મના પાલનમાં છે. એવું આમાંથી ફલિત થયું. ' ' [૮] મોક્ષાભિમુખ જંબુ! આ રીતે સાથીઓની આરાધના કરી જેઓ ફેધાદિ દે સામે ઝઝૂમી એમના જોરને શાંત કરે છે તેઓ જ પાપકર્મથી અને પાપી વૃત્તિથી અલગ રહી શકે છે. અને એ જ અનિદાન–એટલે કે પિતાના આત્માને ન વેચનાર તરીકે પ્રસિદ્ધ થયા છે. આ નેંધ –ોધાદિ રિપુઓ સાથેનું દ્રુદ્ધ તો વીતરાગભાવની પૂર્ણ પરાકાષ્ટાએ ન પહોંચાય ત્યાં સુધી ચાલવાનું જ, પરંતુ સાધકમાં અને સામાન્ય જીવમાં એટલો જ ફેર કે એક એની સામે લડવા ઊભો રહે અને બીજો એને વશ થાય. જે લડવાને તૈયાર થયે છે તે કદાચ પ્રથમ હારે તો તેમાં જીતવાની અભિલાષાનું હોવાપણું છે, એટલે બમણા જોરથી સામગ્રી મેળવવાના પુરુષાર્થની તક છે. અને બીજાને એ નથી. જ્યાં સુધી આટલી તૈયારી ન થાય ત્યાં સુધી પદાર્થોથી દૂર રહેવું ભલે શક્ય થાય, પણ પાપકર્મથી છૂટવું શક્ય નથી. અને જે પાપકર્મથી છૂટવાને શક્તિમાન નથી તે પિતાના આત્માનું ક્ષણેક્ષણે દેવાળું કાઢે તેમાં આશ્ચર્ય જેવું કશું નથી. જગતમાં જે જે જીવો પરભાવમાં મૂંઝાઈને સ્વભાવનું લિલાઉં કરતા દેખાય છે તે તે જેની આ એક ભૂમિકા હોવાથી તેઓ તેમ કરે છે. જ્યાં સુધી બહાર જ શોધવાની દષ્ટિ છે, ત્યાં સુધી આમ થવું સ્વાભાવિક છે. એટલે જે એ સ્થિતિ ટાળવી હોય અને સાચા વિજેતા બનવું હોય તો એ સાથી સુભટને સૌથી પ્રથમ પોતાના કરી લેવા ઘટે. એટલું આ સૂત્ર પરથી સહેલાઈથી સમજાશે. " [૯-૧૦] અહે સાધકે જુઓ –ચી, નીચી, તીરછી (મધ્યમ) અને સઘળી દિશાઓ તથા વિદિશાઓમાં જેટલા જીવો રહેલા છે, તે પ્રત્યેક નાનામોટા જીવજંતુને કર્મસમારંભ રહેલા છે. માટે
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy