________________
મહાપરિક્ષા
*સાત ઉશકેથી અલંકૃત આ સાતમું મહાપરિજ્ઞા નામનું અમૂલ્ય અધ્યયન વિચ્છેદ ગયું છે, ઉપલબ્ધ થતું નથી.
તે વિષે એમ કહેવાય છે કે જ્યારે વીર સંવત ૯૯૦માં શ્રીમાન દેવદ્ધિક્ષમા શ્રમણ મણિવરે આ સૂત્ર પુસ્તકરૂઢ કર્યું ત્યારે સાતમા અધ્યયનમાં કેટલીક ચમત્કારી વિદ્યાઓને ઉલેખ હેઈ તે જેનાતેના (અનાધિકારીના) હાથમાં જવાથી તેમને ગેરલાભને વધુ સંભવ જણાવા લાગ્યા. અને તેથી તે અધ્યયન લખવું તેમણે બંધ કર્યું.
તે ગમે તે હે, પરંતુ આવું ઉત્તમ અધ્યયન આજે આપણું દૃષ્ટિથી છેક જ વેગળું થયું છે તે બદલ સમવેદના પ્રકટ કર્યા સિવાય આપણે બીજું શું કરી શકીએ ?
* કઈ આ અધ્યયનના સાળ ઉદ્દેશકે છે એમ માને છે.