________________
દેહદમન અને દિવ્યતા ૨૪૭ તેવા સાધકમાં ઉત્તરોત્તર પ્રશસ્ત ભાવની વૃદ્ધિ થયે જ જાય છે. આવી રીતે ઉત્તરોત્તર પ્રશસ્ત ભાવનાની શ્રેણી પર ચડનારે સાધક (સમુદ્રના) પાણીથી કદી ન ઢાંકી શકાય એવા સુરિક્ષત દ્વીપના (સમુદ્રની વચ્ચે રહેલા) જેવો છે.
નેંધ –આવા ઉચ્ચ ભૂમિકાના યોગીજનને અહીં દીપની ઉપમા આપી છે, એ સુઘટિત છે. દીપ જેમ પાણી હોવા છતાં વચ્ચે રહી પોતાનું અને અન્યનું રક્ષણ બરાબર કરી શકે છે, તેમ આવા સાધકે ચોમેર સ સારના અનેક રંગરાગો એની આસપાસ વિંટળાયેલા હોય, તોયે જળમાં કમળવત નિર્લેપ રહી શકે છે અને બીજાના પ્રેરક બની શકે છે.
[૮] તે જ પ્રમાણે તીર્થંકરભાષિત સદ્દધર્મ પણ હીપતુલ્ય છે.
નેંધ –અહીં તીર્થંકરભાષિત જૈનધર્મને દીપની ઉપમા આપી એની વિશ્વવ્યાપકતા અને નૈસર્ગિક્તા સિદ્ધ કરી છે. દ્વીપ જેમ અનેક થાકેલાને આશ્વાસન આપનાર નીવડે છે, તેમ તીર્થંકરભાષિત ધર્મ પણ એટલો જ આશ્વાસનકારક નીવડે છે. તેમાં વિશ્વના પતિત, પીડિત, દલિત, વગેરે સો કેઈનો સમાવેશ છે. ધર્મની આ ઉદારતા ધર્મિષ્ઠ ગણાતા પ્રત્યેક સાધકે વિચારવા જેવી છે. જેના જીવનમાં આટલી ઉદારતા અને સહજતા આવે એણે જ ઘર્મ આરા છે, એમ કહી શકાય.
[૯] મુનિ સાધકે સંસારની ભેગલાલસાને સર્વથા ત્યાગ કરીને કોઈ પણ પ્રાણીઓને ન દૂભવતાં, સર્વકના પ્રિયપ્રાત્ર બની, મર્યાદામાં રહીને ખરેખર પંડિતપદ પામે છે.
નોંધ –અહીં એ ધર્મમાં આગળ ગયેલા મુનિ સાધકની વાત છે. પૂર્ણ અહિંસા અને સર્વલોકપ્રિયતા એ બનેને પૂર્ણ સંબંધ છે. પણ અહિંસા તે ભેગલિસા દૂર થયે જ પાળી શકાય. આથી ભેગની ઇચ્છા–. વાસના મંદ પડે એટલી જ જીવનમાં અહિંસાની સાધના થાય અને વિશ્વબંધુત્વ સધાય. એ ઉપરના સૂત્રનો સાર છે. અને ધર્મનું એ જ ફળ છે.
[૧૦] પરંતુ જે સાધકને ઉપરની બીનાનું સંપૂર્ણ જ્ઞાન નથી, તેઓ સર્વદેવે ફરમાવેલા આવા કડક માર્ગમાં પ્રવર્તવા માટે સુંદર