SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વોદયને સરળ માર્ગ–સ્વાર્પણ ૨૩૭ . ક્રિયા અચેસ કે પરપીડાકારી ન હોય. (૩) વૈરાગ્યભાવના. આ ભાવનાવાળો સાધક પદાર્થોને ઉપભોગ માત્ર ઉપગિતાની દૃષ્ટિએ જ કરે અને જીવન સ્વાવલંબી અને હળવું બનાવે. (૪) વૃત્તિની અચલક્તા અને મુંડન. વૃત્તિની અચલક્તા એટલે આંતરિક વૃત્તિ જેવા સ્વરૂપે હોય તેવા જ સ્વરૂપે જગત સામે ધરવી, પ્રત્યેક પ્રવૃત્તિમાં નિખાલસતા રાખવી, જેવા હોઇએ એવા દેખાવું. અને વૃત્તિનું મુંડન એટલે વૃત્તિ પર રહેલાં મલિનતાના સંસ્કારને કાઢી નાખવા તે. જ્યાં સુધી વૃત્તિ ખુલ્લી ન થાય, પિતાના દોષોનું ભાન ન થાય, ત્યાં સુધી મલિન સરકારેનો યથાર્થ ખ્યાલ ન આવે, અને દૂર પણ ન થાય. આ ક્રિયા અતિ મહત્વની છે. એના અભાવે ઘણું સાધકે પોતાની વૃત્તિને દંભ ને પાખંડ બુદ્ધિના એપથી શણગારીને જીવન પૂર્ણ કરતા દેખાય છે અને આ શણગારથી બીજાઓ આકર્ષાય છે, સાધકને માન, પૂજા કે પ્રતિષ્ઠાને લાભ મળે છે. પણ એમાં સાધકનું તથા આકર્ષનારનું બન્નેનું અહિત થાય છે. વિલાસને ઈચ્છનારે સાધક દંભના આવા પડદાને સૌથી પ્રથમ દૂર કાઢીને ફેંકી દે. [૫] કદાચિત કઈ પુરુષ, મુનિ સાધકને (તેનાં પ્રથમનાં નિન્દ્રિત કામને ઉદ્દેશીને અથવા કોઈ બીજાં કારણથી) સંબંધીને અસભ્ય રીતે બોલી કે ખોટા આરોપ ચડાવી એની નિંદા કરે, અથવા તેના અંગ પર હુમલે કરે, મારે, વાળ ખેંચે ઇત્યાદિ કષ્ટ આપે તે પણ તે વખતે એ વીર સાધક, “પિતાનાં પૂર્વકૃત કર્મોનું જ આ પરિણામ છે” એમ ચિંતવી તે કંટાળો આપનારા પ્રતિકૂળ પરિષહાને તેમજ કઈ સ્તુતિ કરે, મનોહર પદાર્થોનું આમંત્રણ કરે વગેરે (પ્રલેભને) અનુકૂળ પરિષહેને પણ સમભાવે સહન કરે. નેધ–સાધકની ભાવના ઉચ્ચ કેટિની હોવા છતાં જીવનવ્યાપી કેમ નથી બની શક્તી તેનાં કારણે અહીં વર્ણવે છે. સાધનામાર્ગમાં ઉપસ્થિત થતા પરિષહ અને ઉપસર્ગ બને સંકટે છે. પરિષહ એ સ્વેચ્છાએ સ્વજન્ય કે પરજન્ય કચ્છે છે. જ્યારે ઉપસર્ગ તો બીજી દ્વારા ઉત્પન્ન થયેલાં જ સંકટ છે. નિંદા કે સ્તુતિ, લાભ કે અલાભ સુખ કે દુઃખ એ બને સ્થિતિમાં સમભાવ ધરાવો એ અતિ અતિ કઠિન વસ્તુ છે. આપત્તિમાં તે ઘણાયે સાધક પાર ઊતરી જાય છે. પરંતુ પ્રબળ પ્રલોભનેના નિમિત્તમાં
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy