________________
ધૃત
પાંચમા અધ્યયનમાં લેાકમાંથી સાર ખે‘ચવાનુ સૂચવ્યુ’, પણ જ્યાં સુધી ચિત્તવૃત્તિ પર કુસંસ્કારોનુ જોર હાય—ચિત્તની મલિનતા હોય ત્યાં સુધી સાર શી રીતે ખેંચાય ? ચારિત્રગઠન શી રીતે થાય? અભિમાન તથા માહુની અસરથી કેમ છુટાય ! અને સ્વચ્છંદથી દૂર કેમ રહેવાય? આથી ચિત્તશુદ્ધિના ઉપાયા બતાવવાના આ અધ્યયનમાં સૂત્રકાર પ્રયત્ન કરે છે.
ભૂત એટલે ધોઈ નાખવુ. જેમ વસ્તુ પર કોઈ પણ અન્ય રંગ લગાડતાં પહેલાં તેના પ્રથમના લાગેલા રંગ દૂર કરવા પડે છે અને તે દૂર થયા પછી જ બીજા નવીન રંગની ચમક ઊઠે છે, તેમ ચિત્ત પર મલિનતાના લાગેલા સંસ્કારો દૂર થાય તેા જ નવીન સહઁસ્કારો સુરેખ બની શકે. અન્યથા એક યા બીજી રીતે પૂર્વ અધ્યાસો ડખલ કર્યા વિના રહે નહિ. આ રીતે સૌથી પ્રથમ સાધકને માટે ચિત્તશુદ્ધિની ક્રિયા અનિવાય બની રહે છે. આ ક્રિયાનુ જૈનદર્શનમાં સંવરકરણી તરીકે સ્થાન છે