________________
અખંડ વિશ્વાસ
૨૦૯
પ્રાણુવિહૂણા નિચેતન બેખા જેવી છે. શ્રદ્ધાનું મુખ્ય સ્થાન હૃદય છે. વિકલ્પનું સ્થાન બાહ્ય મન છે. વિકલ્પ એ શ્રદ્ધાનું મહાન આવરણ છે. જેની શ્રદ્ધા પવિત્ર છે, એને અસભ્ય પણ સમ્યગરૂપે પરિણમે છે.
જે બહાર જાગે છે, તે અંદર જાગી શકતું નથી. અનુભવનાં મૂલ્ય મોંઘેરાં છે. કેઈમરજીવો જ જીવનરત્નાકરમાં ડૂબકી મારી અનુભવનું રત્ન પામે છે.
હિંસક પ્રથમ પોતે હણાય છે અને પછી બીજાને હણે છે. વસ્તુના ધર્મોનું જ્ઞાન એ વિજ્ઞાન.
એમ કહું છું. લોકસાર અધ્યયનને પંચમ ઉદ્દેશક સમાપ્ત થયે.