SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાતંત્ર્યમીમાંસા ૧૮૭ દૃષ્ટિબિંદુએ આવશ્યક પણ છે. પરંતુ વાસનાને નિળ બનાવવા, ક્ષય કરવા. માટે જે કંઈ અનિવા ઉપયાગી છે તે આ સૂત્રમાં સૂત્રકાર ભાખી દે છે. અને તે છે એકમાત્ર સ્ત્રી કે પુરુષના માહના મૂળકારણનું નિવારણું, ઉપચારાનું સ્થાન આ પછીના સૂત્રમાં આવે છે. એ વધુ સમુચિત છે, એવુ આટલું રહસ્ય સમજ્જા પછી સહેજે સમાશે. આથી આટલું ફલિત થયું કે સ્ત્રીપુરુષ વચ્ચેની લિંગભિન્નતા એ પણ ખાદ્ય ઉપચાર છે. અને તે રારીરષ્ટિએ છે, જ્ઞાનષ્ટિએ નથી. આ ભાન સુધીની ઉચ્ચ કેટિએ પહાંચવાના જેમના કોડ અને શક્તિ છે, તે પૂર્ણ ત્યાગના અધિકારી છે. આવા પુરુષે! જ આકર્ષણથી પર રહી શકવા સમર્થાં બને છે, અને સહજ નિરાસક્ત રહી શકે છે. પણ જેએ હજુ લિંગભિન્નતાને જોઈ શકે તેવી સૃષ્ટિની ભૂમિકાએ છે, છતાં જેમને શક્તિને વિકસાવવાના કેાડ છે, તેમને માટે આકર્ષણ સંભવિત છે. પરંતુ આકર્ષણ ન જીરવી શકે અને મૂઝાઈ પડે તેવી ભૂમિકા પણ ( મેાહના પૂર્વ અધ્યાસાને લઈને) તેઓની સાથેસાથે જ રહે છે. તેથી તેમને નિચમનપૂર્વક આકર્ષક નિમિત્તોથી દૂર રાખી આકર્ષણનાં કારણેા રોાધવાપૂરતા ત્યાગ ઉપયેગી નીવડશે એમ માની પરિમિત ત્યાગ (ગૃહસ્થદીક્ષા) આપવામાં આવે છે. 4 ચારસંતોષ '”ની વ્રતભાવનામાં એકપત્નીવ્રત તે છે જ. પરતુ એક પત્નીમાંયે મર્યાદિત બ્રહ્મચર્ચાનું સ્થાન બતાવી પ્રજોત્પત્તિને હેતુ નિર્માહી ભાવનાથી જ ફળે એવા એવા કૈક નિગૂઢ ભાવેા દર્શાવે છે. આવા અણુત્યાગીને પણ ત્યાગ એ નિરાસક્તિ જગાડવા માટે છે, એવુ ભાન રહેતાં તેની એ સ્થિતિ થાય છે: કાં તે તે આકર્ષણથી પર થાય છે એટલે કે ત્યાગની સિદ્ધિમાં પૂર્ણ ત્યાગમાં સહજ પાર ઊતરે છે, અને કાં તા આકર્ષણનાં કારણેા સમજી આકર્ષણને વેદી લે છે. આકર્ષણથી પાર ઊતરવું અને આકર્ષણને વેદી લેવું એ મન્ને ક્રિયાઓ વચ્ચે સ્થિતિ, સ્થાન અને વ્યવહારની દૃષ્ટિએ મહાન અંતર છે. તેાયે એ બન્ને સાધકાને સાધકષ્ટએ. જોવાય તે તેના આશયમાં જરાયે અંતર નથી. પરિણામ પણ ખન્નેનું એકસરખું છે. ફેર માત્ર હાય તે તે સમયની શીવ્રતા કે અશીવ્રતાનેા છે. પહેલે સાધક શક્તિની તીવ્રતાને કારણે ઝડપી વિકાસ સાધે છે. બીજાને શીઘ્રતાએ તેમ બનવું શકય નથી. તેાયે : જ્ઞાનીજનેાની દૃષ્ટિએ એ બન્ને સ્થિતિના સાધકાનું સાધક તરીકે તે! સ્થાન છે જ. કારણ કે બન્નેને ત્યાગના હેતુનું ભાન થયું. છે તેમ ગણી શકાય.
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy