SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાતંત્ર્યમીમાંસા ૧૭૯ છે પરંતુ સાધકની આ અપરિપક્વતા પુરુષાર્થી, વ્યવસ્થિત અને નિયમિત સાધકની દૃષ્ટિએ સમજવી. અન્યથા ચુસ્ત અને જડ પ્રકૃતિવાળાને તે હમેશાં અવલંબન પાસે હોય તે અપરિપકવતા રહેવાની જ છે. આવા પુરુષને તે અવલંબન ઊલટું બાધક નીવડે તથા વહેમ, લાલચ અને પાખંડને વધારે છે. કારણ કે અવલંબન પણ જે સાધક જાગૃત થયેલ છે તેને જ ઉપયોગી હેય. જાગૃતિ કરાવવાની અવલંબનમાં શક્તિ નથી, તેમ ચલવી પહોંચાડવાનીયે એમાં તાકાત નથી. તે માત્ર પ્રેરણું આપી શકે. જાગવું અને ચાલવું એ કેવળ સાધકની પિતાની સ્વેચ્છાને પ્રશ્ન છે. અહીં સૂત્રકારે જાગૃત અને પ્રગતિશીલને જ પ્રેરણાની સાચી આવશ્યકતા અને ઇચ્છા હોય છે એ દૃષ્ટિ બિંદુ સમજાવ્યું છે. [ ] ( આત્માર્થી શિષ્ય પૂછે છે–ભગવાન ! અપરિપક્વ સાધકને એકલા ફરવું કેમ ગમતું હશે ? વહાલા જંબૂ! તેઓ તેની પ્રકૃતિમાં પરાધીન અને સ્વચ્છંદી બની ગયા હોય છે તેથી જ તેને એકચર્યા બહુ ગમે છે. અને તેનાં કારણો આ છે – ) કેટલાક સાધકે માત્ર વચનદ્વારા જ્ઞાની જનની શિખામણ મળતાં જ આવેશાધીન બની નાખુશ થઈ જાય છે, અને તેઓ વિવેકશન્ય ઉછુંખલ થઈ સાધકસંધથી છૂટા પડી જાય છે. [૨ વડે તેવા અજાણ અને અતત્ત્વદર્શી સાધકોને પછીથી આવી પડતી અનેક મુશ્કેલીઓ (કે જેને તેમને પ્રથમ ખ્યાલ જ હેતે નથી) ઓળંગવી કઠણ થઈ પડે છે. માટે એ શાણા સાધકે, તમારે માટે આમ ન થાઓ. એટલા માટે શ્રી વીરજિનેશ્વરનો આ અભિપ્રાય છે. નેંધ આ સૂત્રના પ્રથમ વિભાગમાં સાધક સહજ મળતી પ્રેરણાને છોડી દેવા કેમ તૈયાર થાય છે તેનાં કારણે જણાવતાં કહે છે કે જે સાધકમાં જિજ્ઞાસુબુદ્ધિ હોય છે તો તે કોઈ પણ સ્થાન, વ્યક્તિ કે બનાવોમાંથી કંઈ પણ લેવા મથે છે અને લે છે. પણ જો સાધક ઉપયોગશન્ય–ગાફલ બને તે બહારનાં દશ્યો તેનાં ચક્ષુ આગળ ખડાં થવાથી પૂર્વાધ્યાસોને લઈને તે સાધક એ નિમિત્તને વશ થાય છે. જોકે આવા પ્રસંગમાં જિજ્ઞાસા, વૈરાગ્ય અને
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy