________________
૧૭૪
આચારાંગસૂત્ર
[૧૨] માટે આવા સંયમી સાધકેએ બધી રીતે ઉત્તમ અને પવિત્ર બોધ પામીને ન કરવા યોગ્ય આ પાપકર્મ તરફ કદીયે -દષ્ટિ ન રાખવી.
[૧૩] જે સમ્યક્ત્વ છે તે જ મુનિપણું (ચારિત્ર) છે અને જે મુનિપણું છે તે જ સમ્યકત્વ છે.
ધા–પરંતુ લોક્યશની અભિલાષા છોડવી એટલે લોથી દૂર ભાગવું, અતડા રહેવું કે તેમના વિચારેને ન પકડવા અથવા લોકે જે માર્ગે જતા હોય તેથી ઊલટે જ માર્ગે જવું, એ અવળે અર્થ કોઈ ન લઈ લે ! તે ખાતર આ સૂત્રમાં સૂત્રકાર કહે છે કે ઉપરના કથનને અર્થ એ છે કે “જ્યાં સત્ય છે ત્યાં જ મુનિપણું છે. મુનિપણું લોકના અભિપ્રાયથી પ્રાપ્ત થતું નથી, પણ સત્યનિષ્ઠાથી પ્રાપ્ત થાય છે. આ વાકય સાંભળતી વખતે જેટલું સમજવું સરળ પડે છે તેટલું ઊંડું વિચારી જોતાં સરળ નથી. સાધક જે જે ક્રિયા કરતો હોય છે તેની સાથે ને સાથે તે જગત પરત્વે શું કહે છે તે પર તાકતો જ હોય છે. રખે લોકો મને આમ કહેશે, મારી આ ક્રિયા જોશે તો ઘણું કરશે વગેરે તે જોયા કરતો હોય છે. જો કે આ ભય કેટલીકવાર એવા સાધકને પડતાં બચાવી લેવામાં કાર્યકારી નીવડે છે ખરે. પરંતુ એમાં પ્રામાણિક તત્વ નથી. સત્યની સાધના માત્ર જ ચરિત્રની સાધનારૂપે બની શકે. એટલે જ્યાં આત્મજ્ઞાન છે, ત્યાં જ મુનિપણું છે એમ જાણવું, એવો ઉપરના સૂત્રને સાર છે.
[૧૪] તે સમ્યકૃત્વ કે સાધુત્વ ધૈર્યહીન નિર્બળ મનવાળા. વિષયાસક્ત, માયાવી, પ્રમાદી, અને ઘર પર મમત્વ ધરનારા સાધકેથી ધરી શકાય જ નહિ.
નેધ–નિર્બળ, વૈર્યહીન, આસક્ત, દંભી, પ્રમાદી અને પરિગ્રહી સાધક લોક સામેન જુએ તો ઊલટે વધુ વિકૃત પણ થાય છે, એમ આ સૂત્રમાં સૂચવ્યું છે. લોક સામે જોવું એટલે સમાજદષ્ટિ રાખવી એવો અહીં ભાવ છે. જે સાધક અંતઃકરણના અવાજને ઓળખીને તદનુસાર વતી શકે છે એને લોકોના અભિપ્રાયની જરૂર નથી. પણ જે સાધક એ કેટીએ નથી પહોંચ્યો, એણે શિષ્ટાભિપ્રાય પર લક્ષ રાખવું ઘટે. અને વાસ્તવિક રીતે તો જ્યાં સુધી સાધકમાં ઉચ્ચ સદ્ગુણો સ્થાયી ન બન્યા હોય, ત્યાં સુધી તે લોકના અભિપ્રાય સામે ઉપેક્ષાબુદ્ધિ કરવા માગે તોયે તેમ કરી શકતો નથી. એટલે