SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુવિવેક ૧૭૧ વિચારવા યોગ્ય છે. કોઈને પતન ઈષ્ટ નથી છતાં પતન પામે છે તેના કારણોને આ સૂત્રમાં ઉકેલ છે. સૂત્રકાર મહાત્મા એમ કહે છે કે વિષયાસક્તિ અને હિંસા બનેને ગાઢ સંબંધ છે. એટલે કે જ્યારે વૃત્તિમાં વિષયાસક્તિ હોય છે ત્યારે જે ક્રિયા થાય છે તે હિંસાત્મક ક્રિયા જ હોય છે. એ વાતને સાધકો સમજી શતા નથી. આ વાત જિનશાસનમાં મુખ્યરૂપે કહી છે. એમ વદીને તેઓ જિનશાસનની વિશેષતા બતાવી આપે છે અને એમ પણ સમજાવી દે છે કે સાધકની. આ ભૂલ કાંઈ જેવીતેવી નથી. આ ભૂલ જ તેને ગોથાં ખવડાવે છે. વિકાસને. માર્ગ સીધે અને સરળ હોવા છતાં આ ભૂલને લઈને ઊલટે તે ચકરાવે ચડે છે. આસક્ત પુરુષને ક્રિયા કરે કે ન કરે તોયે બંધન છે, નિરાસક્ત ક્રિયા કરે તોયે બંધન નથી; તે વાત ખરી છે. પણ માત્ર અનુભવગમ્ય છે. આજે તે નિરાસક્તિના સંબંધમાં કેટલીક ગૂંચવણ દેખાય છે. નિરા-- સક્તિને નામે કેટલાક સાધકે દંભ પણ ચલાવતા દેખાય છે. આથી નિરાસક્તિની વ્યાખ્યા જેવી હોય તો તે ઉપરના કથનમાંથી એ નીકળે કે જે નિરાસત છે તે કોઈની લેશ પણ લાગણી દુભાય તેવું કરતો નથી અને જોઇ પણ શકતો નથી. સારાંશ કે નિરાસક્તિ એટલે નૈસર્ગિક જીવન જવવું તે. કુદરતના અચળ કાયદા પર અખંડ શ્રદ્ધા વિના નૈસર્ગિક જીવન શક્ય નથી. કુદરતના અચળ કાયદા પર શ્રદ્ધા એટલે હાથપગ ચલાવ્યા સિવાય, નિવૃત્તિને એઠે સુસ્ત જીવન જીવવાનું નહિ, પરંતુ સતત પુરુષાર્થ સેવવાનું હોય છે. કોઈ પણ વૃત્તિની વિવશતામાં ન સપડાતા "ક્રિયાત્મક રહેવું એજ પુરુષાર્થ. આ પુરુષાથી દુઃખમાં દન પણ નહિ કરે અને સુખમાં મદમાતો પણ નહિ બને. કારણ કે દન અને અભિમાન બનને નિર્બળતાનાં ચિહનો છે. જે કેવળ શક્તિનો શોધક અને પૂજારી હશે તે જે કંઈ કરશે તે દ્રષ્ટા રહીને જ, કર્તા થઇને નહિ. જ્યાં ક્રિયા પરનું સ્વામીત્વ જાય ત્યાં ક્રિયાના ફળ સામે જોવાય જ નહિ. અને ક્રિયાના ફળ સામે ન જોવાયું હોય ત્યાં બેટી ક્રિયા કેમ જ થઈ શકે ? [૯] અહો જંબૂ! મુનિ સાધક તે ખરેખર તે જ જાણવો કે જે લેકેને મોક્ષમાર્ગથી ઊલટી પ્રવૃત્તિ કરતાં દેખી, તેમની દુઃખી દશાને વિચારીને, માત્ર મેક્ષમાર્ગ તરફ જ લક્ષ્ય રાખી પ્રસન્નતાપૂર્વક ચાલ્યા જાય છે. તે
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy