________________
૧૬
આચારાંગસૂત્ર
છે. આવે વખતે એ સાધકની ખરી કસોટી થઈ પડે છે. જો આ સમયે સાધક પેાતાની શક્તિ ગુંગળાવી નાખે તે પરિણામ શું આવે એવું જો કોઈ ગણિતશાસ્ત્રી કે માનસશાસ્ત્રી સ્પષ્ટ કરવા એસે તા તેને જવાખ આત્મધાત સિવાય ખીજે ન હેાઈ શકે. બેંકે એ છુપે! આત્મદ્યાત છે. પણ જે પુ હાય છે તેનામાં આંદોલિત થવાને વેગ ઊલટા ખમણે હેાય છે. તે નિયમ વિચારવાજેવા છે. એથી જ સૂત્રકાર મહાત્મા વદે છે કે કાઈ વી ને છુપાવશે નહિ. જ્યાં સુધી વિવેકબુદ્ધિ નાગે ત્યાં સુધી વી ને પ્રગટ કરવામાં તેને દુરુપયોગ થવાનો ભય તેા છે જ. પરંતુ જે વેગ એક તરફ ઢળે છે તે નિમિત્ત મળતાં બીજી તરફ ઢળવાને જ. શક્તિને દુરુપયોગ કરનારા પ્રદેશો, દૃઢપ્રહારી કે ચીલાતી જેવા મહાપુરુષાને નિમિત્ત મળતાં સદુપયેાગી થતા દેખ્યા છે. પણ રાક્તિને છુપાવનારા તેા અકાળે કરમાચા છે, એની શાસ્ત્રો સાખ પૂરે છે. એને અનુભવ કાને નહિ હેાય ?
[૩] (૧) કેટલાક સાધકા પ્રથમ ( સિંહની માફક) ત્યાગ ગ્રહણ કરે છે, અને પછી પણ પતિત થતા નથી. (૨) કેટલાક પ્રથમ તે ( વૈરાગ્યપૂર્વક ) ત્યાગ ગ્રહણ કરે છે, પણ પછીથી પતિત થાય છે. (૩) કેટલાક પ્રથમ, ત્યાગમાર્ગમાં જનારા હેાતા નથી. અને પછી પતિત પણ થતા નથી. જે સમગ્ર લેાકનું સ્વરૂપ જાણી તદનુસાર વન બનાવે છે તે પણ તેવા જ જાણવા ( એટલે કે ઉપરના ત્રીજા વના જેવા નિરાસકત જાણવા ). આ બધું ભગવાન વીર મુનિએ અનુભવીને જ કહ્યું છે.
નોંધ:વીને ન છુપાવવું એને રખે કોઈ અવળા પ્રયાગ કરી નાખે ! એ સારુ પેાતાની શક્તિનું માપ કાઢી શક્તિ અનુસાર સાધના કરવી ઘટે એમ અહીં સૂત્રકાર કહે છે. શક્તિ ઉપરાંતને ત્યાગ સાંાષાંગ ટી શકતા નથી. એ સમાવવા માટે તે વધે છે કે કેટલાક ત્યાગીને! ત્યાગ સાંગેાપાંગ ટકે છે, એટલે કે શુદ્ધ સમજપૂર્વકનેા એ સહજ ત્યાગ હોય છે. ખીજો વર્ગ પ્રથમ તે માર્ગ અગીકાર કરે છે, પણ પછી ત્યાગમાં ટકી શકતા નથી. એ શાથી બને છે તેનાં કારણેા ઉપર કહેવાઈ ગયાં છે. અને ત્રીજે વ એવા હેાય છે કે પ્રથમથી જ જેતે ત્યાગ સહજ હેાય છે, તેને પૂછી પણ પતિત થવાપણું હેાતું નથી. અહીં નિરાસક્તિયાગની સહજતા છે.