________________
જનદર્શન
જૈનધર્મની જ્યારથી વ્યવસ્થિત સમાજરચના થઈ છે, ત્યારથી એમાં ૧સ્ત્રો, પુરુષ, ગૃહસ્થ સાધક અને ત્યાગી સાધક એ ચારે ત્યાગ અને અંગેાના સમાવેશ રહેતા આવ્યા છે. સમસ્ત સંસાર કદી પૂર્ણ ત્યાગીયે બન્યા નથી, તેમ સમસ્ત સંસાર કદી સંપૂર્ણ પાપીયે બન્યા નથી.
વ્યવહારના
સુમેળ
જૈન સૂત્રામાંય જોશે તેા રપ્રદેશી જેવા રાંજા કે અર્જુનમાલિ જેવા પ્રતિદિન સાત સાત નિર્દેષ મનુષ્યાને કારણવગર ધાણુ વાળનાર પણ દેખાય છે. અને શ્રીકૃષ્ણ જેવા જૈનશાસનના પ્રભાવકા પણ નજરે પડે છે. અનાથી જેવા શ્રીમતાને ઠેકરે મારનાર, જખૂસ્વામી જેવા રમણી અને રાજ્યસત્તા ત્યાગી દેનાર ત્યાગવીરાય દેખાય છે. અને ૪બ્રહ્મદત્ત જેવા વિલાસી એકાંતભાગી અને સત્તાવાહી ચક્રવતી નૃપતિય નજરે ચડે છે. ગજસુકુમાર જેવાને સુકુમાર દેહ પર પ્રચંડ ત્યાગના તપે તપતા, ધ્યાનસ્થ મુનિના તાજા લેાઞ કરેલા શિર પર પડતા ખેરના અંગારાની કડક સેાટીથી યે માંડમાંડ કેવળ મળ્યું સંભળાય છે, ત્યારે ભરત જેવા ચક્રવી સયનગૃહના અરિસાભુવનમાં બેઠાં બેઠાંય કેવળજ્ઞાન પામ્યાનાં સર્વજ્ઞ થયાનાં દૃષ્ટાંત સાંપડે છે. પુરુષલિંગમાં મુક્તિ મળે છે, તેમ સ્ત્રીલિંગમાંય મુક્તિ સાધ્યાનાં દૃષ્ટાંતા મળે છે. સારાંશ કે કાઈ સિદ્ધાંત એકાંત નથી. અનાસક્તિને સિદ્ધાંત પણ અપેક્ષાએ છે, અને ત્યાગને સિદ્ધાંત પણ અમુક અપેક્ષાએ છે. શ્રમણુ મહાવીર જેવા ત્યાગના પ્રખળ અને ચુસ્ત હિમાયતીનેય સાધકની કેાટિમાં ગૃહસ્થાને
અનેકાંતતા
१ साहू, साहुणी, सावय, सावियत्ति चउविहो संघो પન્નતૌ ( ઢાળી
)
૨. રાય પ્રશ્રેણી ૩. જ્ઞાતાપુત્ર ૪. ઉત્તરાધ્યયનસૂત્ર જુએ.
૨૦