SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ આચારાંગસૂત્ર સ્મરણ જ રહેતું નથી, અને કદાચ રહે છે તે પણ તે વૃત્તિના આવેશમાં તેને ઠોકર મારે છે, વૃત્તિને આવેશ શમ્યા પછી કદાચ તેને ભૂલનું ભાન થાય છે ખરું, પરંતુ તે વખતે એ એમ માનતા હોય છે કે હવે તેમ નહિ જ થવા દઉં. પરંતુ તે માત્ર તેમનું વાણી જલ્પનરૂપે જ રહે છે. કારણ કે વૃત્તિ પર કાબૂ ન લાવો અને પતનનાં નિમિત્તો વચ્ચે રહેવું એમાં સાધકને કદીયે વિજય થતો નથી, અને અપવાદરૂપે ઘડીભર થાય તે પણ તેનું પરિણામે તો પતન જ છે—એ વાતમાં જરાયે સંદેહ નથી. [૬] વહાલા જબૂ! જેણે પૂર્વભવમાં ધર્મસાધના કરી નથી અને ભવિષ્યમાં ધર્મસાધના થાય તેવી યોગ્યતા પ્રાપ્ત કરી નથી, તે વર્તમાનકાળમાં ધર્મસાધના કરવાને લાયક શી રીતે બની શકે ? નોંધ:–અત્યંત પ્રયત્ન હોવા છતાં ઘણીવાર સાધકની આંતરિક મનોદશા જ એવી વિચિત્ર હોય છે કે તે વૃત્તિવિજયમાં વારંવાર નિષ્ફળતા અનુભવે છે. તેનું કારણ તેનાં પૂર્વકર્મો પણ હોય છે, એવું આ સૂત્રમાં શાસ્ત્રકાર વદે છે. અને કર્મની સળંગ સંકલન આપી દે છે. ક્રિયામાત્રનું ફળ છે એ સિદ્ધાંત નિર્ણિત છે, તો ક્રિયાના ફળ માટે પુનર્ભવ હોવો સહજ રીતે સમજાય છે. આ રીતે સંસ્કારો પર જ ધર્મપાલનને આધાર છે. એથી સંસ્કારેની શુદ્ધિ કરે તેવી ક્રિયા કરતાં રહીને જ વૃત્તિ પર કાબૂ મેળવવો શક્ય બને છે. - સાધનો અને સંયોગો સુંદર મળવા છતાં જેણે વૃત્તિ પર કાબૂ ધર્યો નથી તે સાધક સાધનામાં બેસે તોપણ સફળ થઈ શકતો નથી. યુગયુગના સતત પ્રયત્ન પછી જ જડવૃત્તિના પળેપળે થતા પરાભવને જીતવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. સાધનાનો માર્ગ જેટલો બહારથી સુંદર, સરળ અને સહજસાધ્ય લાગે છે તેટલો જ તે ઉડે જતાં કઠિન અને કપર અનુભવાય છે. છતાં તે માર્ગે ગયા વિના ઇચ્છિતની પ્રાપ્તિ નથી. માટે વહેલામોડા પણ તે માર્ગે ચાલવાનું જ રહ્યું. [] પ્રિય જંબૂ ! આ તરફ દષ્ટિ ફેંક-પાપિ વૃત્તિદ્વારા આ જીવાત્માને વધ, બંધન ઈત્યાદિ ભયંકર દુઃખો અને અસહ્ય વેદનાઓ ભોગવવી પડે છે, એમ સમજી જે પરમાથી અને જ્ઞાની પુરુષો તેવી વૃત્તિથી દૂર રહેવા સતત પ્રયત્નશીલ રહે છે તેમનું વર્તન કેટલું સાચું, સુંદર અને પ્રશંસનીય છે !
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy