SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ * તપશ્ચરણ ૧૩૩ તેથી દેશોને દૂર કરવા માટે દેના ઉત્પત્તિસ્થાનરૂપ ઠેઠ વૃત્તિ સુધી વિવેકબુદ્ધિને પહોંચાડવી જોઈએ. વસ્તુના પરિણામ અને સ્વરૂપની સ્પષ્ટ વિચારણા એ જ વિવેકબુદ્ધિનું સ્વરૂપ. પરિણામની શુદ્ધ વિચારણું ભૂલથી બચાવે છે. અને કદાચ ચિત્તના તીવ્ર આવેગવશ ભૂલ થઈ જાય તોયે તે ભૂલ વિકાસમાં બાધક થતી નથી કે વધતી નથી; કારણકે ભૂલનું પરિણામ આવતા પહેલાં પરિણામનું તેણે મનદ્વારા વેદન કરી લીધું હોય છે. તેથી તે સમભાવ રાખવા ધારે તે રાખી શકે છે, અને જાગૃત પણ રહી શકે છે. આ સૂત્રમાં સ્વરૂપવિચાર પર બહુ ભાર આપ્યો છે. જે પદાથ ખેંચતો હોય તેનું પ્રથમ વાસ્તવિક સ્વરૂપ જુઓ અને તમારી બુદ્ધિની કસોટી કરે. વસ્તુને ભેગ કરતી વખતે તેના પૃથક પૃથક અંશને અવલોકવાની બુદ્ધિના અભાવને કારણે જ વસ્તુ તરફની લાલસા અને વસ્તુવિયોગમાં આવેશ કે દ્વેષ જન્મે છે; એટલે સ્વતંત્ર વિવેકબુદ્ધિથી વસ્તુને અવલક્તા શીખે. [] વળી જેઓ કષાયોને ઉપશમાવી પાપકર્મથી નિવૃત્ત થયા છે તે કેવા વાસનાહિત (શાંત) અને પરમસુખમાં નિમગ્ન રહે છે, તેને પણ અનુભવ કરે | નેધ:–આ સૂત્રમાં તો સૂત્રકાર મહાત્મા ઘણું કહી નાખે છે. આંતરિક કે બાહ્ય કોઈ પણ શાંતિનું મૂળ જગતના બાહ્ય પદાર્થોમાં કે શરીરમાં નથી. બાહ્ય પદાર્થો કે શરીર જે સુખ, દુઃખ, શાંતિ કે અશાંતિ જન્માવે છે, તેનું કારણ તે નહિ પણ પોતામાં રહેલી વૃત્તિ જ માત્ર છે. પરંતુ આ વાત સાંભળીને તું બેસી ન રહે. તેને જીવનને પરમસિદ્ધાંત બનાવી સ્વયં અનુભવ કર, એમ પણ તેઓ કહે છે. સિદ્ધાંત એટલે અંતઃકરણની ચોક્કસતા થયા પછી બંધાયેલી માન્યતા. સિદ્ધાંત આવે તો તેની પાછળ શક્તિ આવે અને અનુભવ થાય જ. વૃત્તિવિજયના પ્રયોગ કર્યા વિના આ અનુભવ સહજલભ્ય નથી, તોયે તેમ કયે જ છૂટકે છે, એવો અહીં વનિ છે. જ્યાં સુધી પોતાના શુદ્ધ વિચારની સ્વયંસ્કુરણું અને તેને વિવેકબુદ્ધિપૂર્વક વળગી રહેવાની વફાદારી ન જાગે, ત્યાં સુધી તે સાધકના જીવનમાં સિદ્ધાંત, શક્તિ કે અનુભવ જાગૃત થાય નહિ. અને સ્થિરતા વિનાના લોકેની જેમ એ સાધક અહીંતહીં જ્યાં નમાવે ત્યાં નમે. આ રીતે વિચારેની ચોક્કસતા એ વિકાસનું પ્રાથમિક ચિહન છે.
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy