SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ આચારાંગસૂત્ર નોંધ –જૈનદર્શનમાં દશપૂર્વથી માંડીને ચૌદપૂર્વ સુધીના જ્ઞાનના ધરનાર હોય તે શ્રુતકેવળી કહેવાય છે. આ સપુર તીર્થકર દેના ઉપદેશ પ્રમાણે જ પ્રવર્તે છે. તેથી આ સત્યુની વાણીમાં સર્વજ્ઞ દેવેની વાણીની એકવાક્યતા બરાબર જળવાઈ રહે છે. આવા સમયજ્ઞ અને સવર્તનવાળા મહાપુરુષોની શિક્ષાને અનુસરવું એ સાધકનું કર્તવ્ય થઈ પડે છે. [૯]. આ જગતમાં કઈ શ્રમણ તથા બ્રાહ્મણો સત્ય અને સનાતન ધર્મથી વિરુદ્ધ પ્રલાપ કરે છે. જેમકે “અમે દીઠું છે, સાંભળ્યું છે, નક્કીપણે જાણ્યું છે, તથા પ્રત્યેક દિશાથી બરાબર તપાસ્યું છે કે (ધર્મનિમિત્તે) પ્રાણુ, ભૂત, જીવ કે સત્ત્વ–એ ચાર પ્રકારના કોઈ પણ વિભાગના કોઈ પણ જીવને, હણવા, દાબવા પકડવા, દુઃખી કરવા કે પ્રાણવિદો બનાવવામાં કંઈએ દોષ થતું નથી.”ખરેખર એ મિથ્યા પ્રલાપ કરે તે અનાર્યોનું જ વચન ગણાય. નેંધ –નાના કે મોટા કોઈ પણ જીવને જરા પણ દૂભવવો તે હિંસા છે. ધર્મને નામેય હિંસા ન હોઈ શકે. આ વાત સાવ સ્પષ્ટ અને સત્ય છે, એમ જાણવા છતાં તે કાળમાં ધર્મનિમિત્તે દેવદેવી પાસે હિંસા કરાવવાનો અજ્ઞાન અને અંધસ્વાથી શ્રમણે તથા બ્રાહ્મણે પ્રચાર કરતા હતા. એ વિધિ અદ્યાવધિ મૂખ લોકોમાં વંસાવશેષરૂપે રહી ગઈ છે. તે પ્રથાને ભગવાન મહાવીરે નાશ કરવા માટે ભરપૂર પ્રયત્ન કર્યો હતો અને સાચી આર્યભાવનાને પ્રચાર કર્યો હતો, એ ઇતિહાસનો આમાં ધ્વનિ છે. આથી આર્ય અને અનાર્ય એ ગુણનિપન્ન સંજ્ઞા છે, એમ પણ સ્પષ્ટ સમય છે. [૧૦] જે આર્ય સાધકે હોય છે તે તે આ જોઈને આ સ્થળે એવું જ કહે છે કે –અહે દયાપાત્રો ! તમારું તે જોવું, સાંભળવું માનવું, નક્કીપણે જાણવું તથા બધાં દૃષ્ટિબિંદુએથી તપાસી જેવું એ બધું દુષ્ટ (અસત્ય–અનર્થકારી) છે, કારણ કે તમે એવું કહો છે કે “જીવોને મારવામાં કશે દોષ નથી”; પણ આ તમારું કથન અનાર્ય લોકોને અનુસરતું જ છે.
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy