________________
આચારાંગસૂત્ર
પિતે જ છે, એનું એને ભાન નથી; એટલે એ બહારનું શરણુ શોધી રહ્યો છે.
અને જેમ જેમ એ બહારનું શરણુ લેવા મથે છે, તેમતેમ વાસના અને તૃષ્ણામાં ગૂંચાઈને સ્વસ્વરૂપથી તે વેગળો થતો જાય છે. બહારના પદાર્થો
અંતવાન છે. અંતવાનમાં અનંતતાનું ધન એ જ અજ્ઞાન અને એ જ દુઃખનું મૂળ.
[૧૧] જે કર્મને દૂર કરનાર છે, તે જ મુક્તિ મેળવવાનો અધિકારી છે; અને જે મુક્તિ મેળવવાનો અધિકારી છે, તે જ કર્મને નસાડનાર છે.
નોંધ –પણ આટલું ગોખીને કે વાંચીને કોઈ કર્મબંધનથી મુક્તિ મેળવવા ઈચ્છે કે પિતાને મુમુક્ષુ અથવા સત્યાથી માની લે, તે તે ત્યાં ભૂલે છે. સૂત્રકાર કહે છે કે જે સત્યાથી હોય તે સત્યપુરુષાથ હોવો જ ઘટે. વીર્યના સદુપયોગ વિના કર્મથી મુક્તિ તો દૂર રહી, પણ કર્મથી મુક્તિ મેળવવાનો અધિકાર પણ પ્રાપ્ત થઈ શકે નહિ.
[૧૨] હે પુરુષ! તારા આત્માને વિષયમાર્ગમાં (જડજન્ય ગાકર્ષણમાં) જતાં રોકી રાખ. એમ કરવાથી તું દુઃખોથી છૂટી શકીશ.
નોંધ –આટલું બરાબર સમજાવ્યા પછી પણ જ્યાં સુધી સત્ય તરફ વલણ થવામાં બાધક કારણે નડતાં હોય, ત્યાં સુધી સત્યમાર્ગનું વલણ થવું અશક્ય છે; એટલે સૌથી પ્રથમ કયે માર્ગે પુરુષાર્થ કરે એ અહીં બતાવે છે. વિષયાનું વલણ અને આત્માભિમુખતા એ બન્ને એકસાથે ટકી શકે નહિ. એ બને પરસ્પરના કટ્ટર વિરોધી તત્ત્વ છે. આટલું જાણવા છતાં શાણા ગણતા સાધકેય અહીં એક યા બીજા પ્રકારે ભુલાવામાં પડે છે. વિષયના . વલણને રોગ, સૌદર્યપિપાસા, સ્નેહ, પ્રણય, પ્રેમ અને એવા એવાં આકર્ષક નામના એપ ચડાવી વાસનાજન્ય સંસકારેને તે દઢ કરતા રહે છે. સૂત્રકાર કહે છે કે એ વિષયમાર્ગના વલણથી પાછા વળે. જોકે પૂર્વાધ્યાને લઈને વૃત્તિ તે તરફ ખેંચાય એ સંભવિત છે, પણ એ અધ્યાસને નવીન દષ્ટિથી ફરીવાર અવલોકી શુદ્ધ કરે. વૃત્તિ જાય તો આત્માને એમાં ન ભેળવો. એ ક્રિયામાં આત્મા જ્યારે ભળે છે, ત્યારે જ પતનનાં પગરણ મંડાય છે અને અધ્યાસો દઢ સ્વરૂપ પકડે છે. અને જેમજેમ અધ્યાસે દઢ થાય તેમતેમ સંસાર વધે અને રાગદ્વેષ પોષાય.