SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ આચારાંગસૂત્ર | નેધ:–આ બે વાકયોનો સંબંધ છે. જનતાને અંધ અનુકરણ કરવાની ટેવ હોય છે. અને ઘણું લકે એક વખતના એક ક્ષેત્રના કેઈ હેતુપૂર્વક ઉપદેશેલા વિકાસમાર્ગના સાધનને ત્રિકાલાબાધિત સાધન માનીને ગતાનુગતિક ચાલતા હોય છે. એને આપણે રૂઢિ કહીએ છીએ. જોકે સાધન ત્રિકાલાબાધિત હોઈ શકે નહિ, પણ લોકસમૂહ સાચા જ્ઞાનના અભાવે એ માર્ગને જડપણે વળગી રહે છે; એટલું જ નહિ પણ તેના મેહ ખાતર તેમાં સત્યનું આપણુ પણ કરે છે. જ્યારે અહીં શાસ્ત્રકાર કહે છે કે લોકસંજ્ઞાએ રૂઢિગત સ્વીકારેલ માર્ગ એ વિકાસનો રાજમાર્ગ છે એવું નથી, પણ સર્વજ્ઞના ઉપદેશેલા જે માર્ગમાં આત્મવિકાસઇચ્છુકો જતા હોય એ માગે સાધકે જવું ઘટે. હિંસાથી મેક્ષ મળે છે, સ્વર્ગ મળે છે એવી વેદધર્મને નામે પ્રચલિત માન્યતા અને રૂઢિગત વ્યવહારની સામે આમાં પ્રતિકાર છે. તમારું કે તમે કહો છો એ જ સાચું નહિ; પણ સપુરુષોએ દેખ્યું છે તે જ સાચું છે, અને સાધકે તેને પિતાનું કરવું રહ્યું. સાચા સાધકે લોકરૂઢિના સારાસારને અને ઉપયોગિતાને વિચારીને જે એ વિકાસના માર્ગે અડચણરૂપ હોય તો તજવી જ રહી. સર્વજ્ઞના વચનમાં જ શ્રદ્ધા રાખવી ઘટે, કારણ કે જેને અનુભવ હોય તે જ સન્માર્ગ બતાવી શકે. પણ એ વચન સર્વજ્ઞનું છે કે નહિ? તે એમ કહી શકે કે નહિ ? એનો તોડ કાઢીને એમને નામે ઉપદેશેલાં સત્યોને વિવેકબુદ્ધિની ગળણીએ ગાળવાં જોઈએ. [૨૩-૨૪] પ્રિય જંબૂ ! ખરી વાત તે એ છે કે તત્ત્વજ્ઞ પુરુષોને ઉપદેશની અથવા વિધિનિષેધની આવશ્યકતા જ નથી. પરંતુ જે અજ્ઞાની (આત્મસ્વરૂપથી અજાણ) જેવો હોય છે તેઓને માટે જ તે ઉપયોગી વસ્તુ છે. કારણ કે તેઓ જે ભૂમિકા પર છે ત્યાં આસક્તિપૂર્વક આશા, ઈચ્છા અને વિષયેનું સેવન કરતા રહે છે. અને આ રીતે તેઓ દુઃખને કઈ પણ પ્રકારે ઓછું નહિ કરતાં ઊલટા વધુ દુઃખી થઈ શારીરિક અને માનસિક દુઃખોને જ ચક્રમાં ફર્યા કરે છે. ઉપસંહાર મમતા એટલે મારાપણું. મમત્વબુદ્ધિ એટલે મારાપણુ આરોપ. આત્મા અને જડ એ બન્નેનું પારસ્પરિક મિશ્રણ એ જ સંસાર. વિભાવિક દશાને લઈને આત્મા પોતાના પરમાત્માસ્વરૂપને એક નાના સરખા
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy