SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ લોકસંસર્ગ રાખો, પણ મમત્વ છોડવું ૬૭ આપી શકતા નથી, તેથી શરમાઈને ભયભીત થઈ પિતાનું જીવન કષ્ટમાં જ પસાર કરે છે. નેંધ –લેકનું તત્ત્વજ્ઞાન સમજવું, સંચમમાર્ગમાં મન, વાણું અને કર્મને જોડી દેવાં, નિમિત્તો મળવા છતાં સંયમમાં કંટાળો કે વિષયોમાં રાગ ન ધર અર્થાત્ સમસ્થિતિમાં રહેવું તથા તપસ્વી જીવન ગાળવું, એ જ વીતરાગની આજ્ઞાનું પાલન કર્યું ગણુચ. વિજ્ઞાનનો આમાં બહુ સુંદર અર્થ છે. જેણે જગતના બનાવો, પદાર્થો અને અવયવોને ઊંડાણથી નિહાન્યા છે તથા તેમાં રહેલાં ભિન્નભિન્ન તોને વિવિધ દષ્ટિબિંદુથી અવલક્યાં છે એ સાધક સાચા તત્વને સમજી શકે, અને પચાવી શકે અને તે જ વસ્તુને તેના સત્ય સ્વરૂપે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ બીજાની પાસે રજૂ કરી શકે. [૧૧] માટે જેઓ વીતરાગની આજ્ઞાના આરાધક બની દુનિયાની જંજાળ (આંતરિક તથા બાહ્ય મમત્વ)થી પર થાય છે, તેઓ જ સાચા વીર પુરુષો હોવાથી વખણાયા છે. અને તે જ કર્મ બંધનથી છૂટવા માટેની યોગ્યતાવાળા હોવાથી સિદ્ધ થાય છે. [૧૨] અહે જંબૂ! અનુભવી મહાપુરુષોનો કથેલે (ઉપર્યુક્ત) જ માર્ગ ન્યાયમાર્ગ છે. આથો (તે જ્ઞાની પુરુષોએ) મનુભ્યોનાં દુઃખ ઉત્પન્ન થવાનાં જે કારણે બતાવ્યાં છે, તેમને જે કુશળ સાધકે જ્ઞ પરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગ કરે છે તે પુરુષે જ અન્ય જનોને દુઃખનાં કારણો સમજાવી એમનો પરિહાર કરવાનું કહી શકે છે. નોંધ –ન્યાયમાર્ગને નિશ્ચય થયા પછી જ તેને આદરી શકાય. આથી પ્રથમ વિવેકપૂર્વક વસ્તુરહસ્ય સમજવા પ્રયાસ કરો. કારણકે યથાર્થ આદરવામાં સમાયા પછી બહુ મુશ્કેલી ઊભી થઈ શકતી નથી. અને જે પોતે આદરનાર છે, તે જ બીજાને તે માર્ગે લાવવા સમર્થ બની શકે છે. માટે તેવા પુરુષો જ ઉપદેશ આપવા સારા યોગ્ય કરે છે. [૧૩] એ રીતે પ્રથમ પતે કર્મનું યથાર્થ સ્વરૂપ જાણી પછી જ સર્વ રીતે ઉપદેશ આપવો ઘટે.
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy