________________
સંસર્ગ રાખો, પણ મમત્વ છેડવું ૬૫ સહસા જાગી ઊઠે છે. આ પ્રસંગે તેને પિતાને પણ આશ્ચર્ય થાય છે કે આ શું ? પરંતુ તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી. એમ થવું એ મમત્વબુદ્ધિનું પરિણામ છે. જ્યાં સુધી વેરાગ્યના પ્રબળ વેગનું આચ્છાદન હતું ત્યાં સુધી તે મમત્વબુદ્ધિનો પ્રકાશ પદાર્થ પર પડતો નહોતો, અને તેથી પદાર્થ પ્રત્યે તે વૃત્તિ મનને પ્રેરી શક્તી નહોતી, પણ તે વૈરાગ્યનું આવિષ્કરણ દેખાય તો તે જરાયે અસ્વાભાવિક નથી.
વેરાગ્ય એ જિજ્ઞાસાનું સૌથી પ્રથમ ચિહન છે. તે પ્રગટ્યા પછી જે સાધક પૂર્ણતા ન માની લેતાં મમત્વબુદ્ધિના સ્વરૂપને સમજી તેના પર કાબૂ લાવવાનો પુરુષાર્થ આદરે છે તે શીધ્ર આગળ ધપે છે. આ સ્થળે સંસારનો સર્વસામાન્ય પ્રવાહ જે તરફ ઢળી રહ્યો હોય છે અને જેણે રૂઢિનું પણ સ્વરૂપ લીધું હોય છે તેના તરફ પણ લક્ષ ન આપતાં પોતાનો પંથ કાપો, એ જ સાધક માટે ઈષ્ટ અને આચરણીય છે.
લોકસંજ્ઞામાં કીર્તિ, મોહ, અહંકાર, વાસના વગેરેનો સમાવેશ થાય છે. ધર્મિષ્ટનાં ઉત્તમ ધર્મકાર્યો પણ આવી વૃત્તિના ધ્યેયથી નિષ્ફળ જાય છે અને વિકાસના માર્ગે આગળ ધપેલા સાધકનું પણ આવી લોકસંજ્ઞાના અંધઅનુકરણથી પતન થતાં વાર લાગતી નથી.
[૬] હે જંબૂ ! સંસાર તરફની વૃત્તિના ગાઢ કે આછા સંસ્કાર પ્રત્યેક સાધકમાં હોય છે. તેથી તેવા કેઈ મેહક વસ્તુના નિમિત્તદ્વારા તે તાજા થતા સાધનાના માર્ગમાં અરતિ (કંટાળો) ઉત્પન્ન થાય છે તે પણ તે કંટાળાને વીર સાધક પિતાના મન પર લાવતો નથી, તેમજ પ્રલોભન ઉત્પન્ન કરનારા પદાથી પર આસકિત પણ ધરતી નથી. પરંતુ તેવા પ્રસંગે તે સાવધાન અને સ્વસ્થ થઈ સમતાગને સાધક (બધી વસ્તુ પ્રત્યે તટસ્થ વૃત્તિવાળા ) બની કોઈ પણ પદાર્થ પર રાગવૃત્તિને ઉત્પન્ન થવા દેતો નથી.
નોંધ –જે વૃત્તિનો વેગ નીચેની બાજુ પર ઢળવા માંડશે કે તુરત જ સાધકે સાવધાન થઈ સમભાવી બનવું જોઈએ. તેવી ડામાડોળ સ્થિતિમાં જે તે કઈ એક બાજુ તરફ ઢળી જાય તો કાબૂ ગુમાવી બેસતાં વાર લાગતી નથી, અને એકવાર પણ જો અંત:કરણ વૃત્તિને અધીન થઈ ગયું તે પછી તેને