________________
આચારાંગસૂત્ર
જાગ્રત રહેવું ઘટે. ખરેખર જે જીવ સતત વિષયવાંછના ર્યાં કરે છે, તે વિષયાના વિયાગ થતાં ક્ષણેક્ષણે શાક કરે છે, પૂરે છે, લાજ છેડી દે છે અને પીડાય છે.
૫૮
નોંધ:પશુપક્ષીની ચેાનિમાં જે વિષયેા હેાય છે તે મનુષ્યયેાનિમાં મને।વિકાર થતાં વિષયવાંછનાનું સ્વરૂપ લે છે. એ સંસ્કારો જેટલું દૃઢ સ્વરૂપ પકડે તેટલેા જ એમના ત્યાગ અશક્ય બને છે. પછી વિષયાનો વિયાગ એવા જીવની કેવી વિકૃતિ કરે છે, તેનો આ ચિતાર વિચારવાજેવા છે.
[૧૧]જે સંસારની વિચિત્રતાને જાણે છે તે પુરુષ લેાકના ઊંચા, નીચા કે તીરછા ભાગને જાણે છે. (અર્થાત્ કે લેાકમાં જીવા કેમ ઉત્પન્ન થાય છે, તેને વિવેક જાણી શકે છે. )
નોંધ——એક જ પદાર્થ એકને ઇષ્ટ લાગે છે, ખીન્તને તે જ અનિષ્ટ લાગે છે, એકને જે મિત્ર લાગે છે તે જ ખીજાને શત્રુ લાગે છે. એકનું જ્યાં બંધન છે, ત્યાં બીજાની મુક્તિ છે. આ બધી સંસારની વિચિત્રતાને જે જાણે છે, તે લેાકના ઊંચા, નીચા અને તીરછા ભાગને એટલે કે લોકમાનસની વિવિધ પ્રકૃતિઓને પણ જાણી શકે છે. અહીં અવલાકનબુદ્ધિનુ રહસ્યસૂચન છે.
[૧૨] વિષયામાં અતિ આસક્ત થવા સંસારમાં પરિભ્રમણ કરે છે. માટે મનુષ્યજીવન જેવા પ્રાપ્ત થયેલા આ ઉત્તમ અવસર જાણીને જે વિષયાદિની આસક્તિથી દૂર રહે છે, તે જ વીર્ અને તે જ પ્રશંસનીય છે. આવા વીર પુરુષા જ સંસારમાં બંધાઈ રહેલા ખીજા જીવાને બહારનાં તથા અંદરનાં બંધનોથી મુકત કરી શકે છે.
નોંધ:—જેઓ પાતે જ મુક્ત થવાના માર્ગમાં હોય છે તે જ અન્યને મુક્ત કરી શકે છે. આથી વિશ્વને ઉપકારક થઈ પડવાની ઇચ્છાવાળા સાધક પ્રથમ પેાતે જ સુધરે. અહીં સાચી વીરતા અને સાચી સ્વતંત્રતા શામાં છે, તે સમજાય છે.
[૧૩] આ શરીર જેમ બહારથી અસાર છે, તેમ અંદરથી પણ અસાર છે; અને જેમ અંદરથી અસાર છે, તેમ બહારથી પણ અસાર છે.