________________
આ સર્વ પુસ્તકાના લેખકા કે અનુવાદના એક સાથીદાર તરીકેના સાથ હું ન ભૂલું તેવા છે. તે ઉપરાંત પ્રત્યક્ષ કે પરાક્ષ જેમણે જેમણે પ્રોત્સાહન પ્રેર્યું છે, તે સૌના ઉલ્લેખ હું કેમ વિસરી શકુ . મારી આ પ્રવૃત્તિમાં જો આભાર વ્યક્ત કરવાની મને તક મળે તે હું એ સમાજને અને મારા પૂજ્ય ગુરુદેવના અત્યન્ત આભાર માનું કે જેમણે મને વિકસવાની સંપૂર્ણ તક આપી. જેમ બીજા સાધકાના સંબંધમાં બને છે તેમ મારી સ્વતંત્ર વિચારસરણીને એમણે પ્રથમથી જ દાખી દીધી હાત, તે હું માત્ર અભ્યાસદ્બારા મારા સાધનાક્ષેત્રમાં આટલે ઉ ન જ સાધી શકત.
આ પુસ્તકના પાઠેકાને મારે એ પણ યાદ દેવડાવવું આવશ્યક છે કે સૂર્યપ્રકાશ પ્રેસે મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર તરફ આજ સુધી ખૂબ સહયતા દાખવી છે અને આ પુસ્તકના નાજુક પ્રસંગની એની સહાય તા ‘ઉલ્લેખનીય છે. પ્રેસ મૅનેજર શ્રી. શંકરદત્ત શાસ્ત્રી, ભાઈ ચિમનલાલ શાહ અને ભાઈ શાન્તિલાલ શેઠના સંપૂર્ણ પ્રયત્ન ન હાત તા આ પુસ્તકનું પ્રકાશન આટલું શીઘ્ર છતાં શુદ્ધ, સંગીન અને સુદર ન બની શકત.
૧૦