SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ આચારાંગસૂત્ર [૨] માટે આ પ્રસંગે સંયમમાં ઉદ્યમવંત, આર્ય, પવિત્ર, બુદ્ધિમાન, ન્યાયદર્શી અને સમયજ્ઞ તથા તત્ત્વજ્ઞ અણગારે દૂષિત આહાર લે નહિ, લેવડાવવો નહિ તથા લેનારને પ્રશંસા નહિ. નોંધ –ઘર અને ઘરનું મમત્વ ન હોય તે અણગાર; જેનું અંતઃકરણ નિર્મળ હોય તે આર્ય; જેની બુદ્ધિ પરમાર્થ તરફ ઢળે તે આર્યપ્રજ્ઞ; અને ન્યાયમાં જ જેનું સતત રમણ હોય તે આર્યદશ; અને સમયને યોગ્ય ક્રિયા કરનાર હોય તે સમયજ્ઞ કહેવાય છે. આ બધાં વિશેષણે સાર્થક છે, અને તેટલી વધુ જવાબદારીનાં સૂચક છે. [3] ભિક્ષુ સાધક બધાં દૂષણોથી દૂર રહી નિર્દોષપણે સંયમનું પાલન કરે. નેધ–અહીં ભિક્ષાને લગતી બીના છે. [૪] વળી મુનિ યાવિક્રય (લેવુંચવું)નું કાર્ય પોતે કરે નહિ, કરાવે નહિ કે કરનારની પ્રશંસા પણ કરે નહિ. નેંધ –પ્રસ્તુત પ્રસંગ ભિક્ષાગ્રહણનો હોવાથી પોતાના નિમિત્તે ખરીદેલી કે વેચેલી વસ્તુ મુનિ સાધકે ગ્રહણ ન કરવી એમ કહેવાનો સૂત્રકારને આશય છે. અન્યથા પણ કઈ વસ્તુ લેવી કે વેચવી એ મુનિધર્મ માટે સંગત નથી. કારણ કે તેમ કરવામાં મમત્વ, બંધન, પરિગ્રહ વગેરે દેને સંભવ રહે છે. [૫] પ્રિય જંબૂ! એવો મુનિ પિતાની શકિત, પિતાની ઉપયોગી આવશ્યક્તા, ક્ષેત્ર, કાળ, અવસર, જ્ઞાનાદિના વિનયને તથા પિતાનાં શાસ્ત્ર, પરમતનાં શાસ્ત્ર અને અન્યના અભિપ્રાયને જાણનારે, પરિગ્રહની મમતા દૂર કરનાર તથા નિરાસક્ત ભાવે યથાકાળ અનુષ્ઠાન કરનારો બની રાગ અને દેષનાં બંધને છેદીને મોક્ષના માર્ગમાં આગળ ધપે છે. | નેધ અહીં અવસર આપીને કાલ જોઈને જ કાર્ય કરવાનું સૂચવ્યું છે. એક જે કાર્ય કોઈ કાળ માટે આદરણીય હોય છે તે જ કાર્ય બીજા કાળમાં ત્યાજ્ય થઈ જાય છે. જે કાળને ન ઓળખે તો તે કાર્ય રૂઢિમય થઈ અનિષ્ટ ઉત્પન્ન કરે. વળી પોતાના શરીરશક્તિ જોઈને જ યોગ્ય રૂપે ધર્માચરણ કરવું તેમ પણ
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy