________________
વિ.સં. ૨૦૬૫, ભા.વ. ૩૦ મંત્નિમન્નિા' મળી. ટીકા ગ્રંથોના સૃજનમાં ઉત્તરોત્તર પ્રગતિની અનુમોદના કરું છું...
- આ. કુલચંદ્રસૂરિ
| શ્રા.વ.૪, બોરસદ રત્નાકર પંચવિંશતિકા” પુસ્તક મળ્યું. વાંચી ખૂબજ આનંદ સાથે સમુદાયમાં આવા વિરલ જ્ઞાનીના સભાવનું ગૌરવ પણ અનુભવ્યું. મૂળ રચયિતાના તાત્પર્યાર્થીને સુરમ્ય વાચા આપીને પદાર્થ બોધ કરાવવાની તમારી શૈલી રોચક લાગી.
આવી રીતે તમે પૂર્વકાલીન મહાપુરુષોના ગ્રંથો અંગે ઉંડાણપૂર્વક ચિંતન કરીને નવીન ટીકા દ્વારા તત્ત્વજિજ્ઞાસુ વર્ગની જિજ્ઞાસા તૃપ્ત કરવા સમર્થ બનો તેવી સદા માટેની શુભાભિલાષા.
વર્ષો પૂર્વે મુંબઈ-ગોવાલીયા ટૅક સંઘમાં ચોમાસા દરમ્યાન સાથે રહેવાનું થયેલું ત્યારે તમે સંસ્કૃત વ્યાકરણનો અભ્યાસ પંડિતજી પાસે કરતા હતાં પણ પછી ટૂંકા સમયમાં જ વિદ્વર્યોની વિરલ શ્રેણિમાં તમે પ્રવેશી ગયાં, જાણી ખૂબ અનુમોદના...
- મુનિ રમ્યદર્શનવિજય (હાલ ગણી)