________________
૧૭૮ ]
કરવાના પાપ-રૂ૫ દેશે પ્રાપ્ત થાય. તેના યે ભયંકર પરિણામ પ્રાપ્ત થાય એ વિગેરે બતાવેલ છે.
(૭) પ્રાયશ્ચિત્ત દ્વાર–દોષે કરવાના ખાસ ઈરાદા વિના ભૂલ કે અજાણતાં થઈ ગયેલા દેના નિવારણ માટે ભાવપૂર્વક આલેચના પ્રાયશ્ચિત કરવામાં આવે તે કેવી રીતે તેનું નિવારણ થાય છે? અને તેથી શા શા આધ્યાત્મિક વિશિષ્ટ ફાયદા થાય છે? તે ૫૭ મી ગાથા સુધીમાં ઠીક રીતે બતાવેલ છે. પ્રાયશ્ચિત્ત કરવાના તથા આલેચના કરવાના વિધિ વિસ્તારથી સારી રીતે બતાવવામાં આવેલા છે. જે મનન કરવા જેવા છે. તે જૈનશાસનની વાત કેટલી નિર્દોષ, આકર્ષક અને ચમત્કાર પામે તેવી હોય છે.
(૮) દાન દ્વારમાં–ઉપગ વિગેરેથી દેવ દ્રવ્યાદિકના આ ભવ તથા પરભવમાં ભોગવવા પડેલા દુઃખે, કષ્ટ તથા સાથે સાથે આત્મામાં પ્રાપ્ત થતા ભાવેદે પણ કથાઓ દ્વારા બતાવવામાં આવેલા છે. તથા દેના નિવારણથી પ્રાપ્ત થતા ગુણે પણ બતાવવામાં આવેલા છે. શ્રી સંકાશ શ્રાવકના દાનમાં દેવ દ્રવ્યમાં ધન આપવા માટે ધન મેળવી, તેનાથી લાગેલા ખાસ પાપ નિવારવા માટે દેવાદિ ક્ષેત્રમાં ઉપયોગ કરવા ખુદ તીર્થંકર પ્રભુ ધન મેળવવાને ઉપદેશ આપે છે, નહીં કે સાંસારિક સુખ મેળવવા માટે છે. કેમ કે કઈક ને તે દોષ એ રીતે નિવારણ પામે તેમ હોવાથી એ ઉપદેશ જરૂરી છે. એ મુખ્ય દેષ ગયા પછી છેવટે ભાવ દે જવાથી સંકાશ શ્રાવક મોક્ષ પામે છે.
એટલે દેવ દ્રવ્યના ઉપભેગના દેષને નાશ બીજા ગુણની પ્રાપ્તિ માટેની ભૂમિકા બની રહે છે.
આ રીતે, આ દ્રવ્ય સાથે ભાવ ગુણે અને ભાવના સંબંધ બતાવી તેને લીધે થનારા ગુણો અને દેશે બતાવેલા છે. ને આ વિષયની શ્રી ગ્રંથકાર મહારાજશ્રીએ પૂર્વાચાર્યોના વચને પૂર્વક સૂક્ષ્મ સૂક્ષ્મતમ હકીકતે પણ આ ગ્રંથમાં જણાવી છે.
(૯) વિષયનું ગહનપણું–ધાર્મિક દ્રવ્યોની રક્ષા તથા હાનિ પહોંચાડવાના લાભ તથા હાનિઓનું શાસ્ત્રીય નિરૂપણ કેટલું બધું ઊંડાણ ધરાવે છે ? તેને ખ્યાલ આથી આવી શકે તેમ છે.
આ ધાર્મિક દ્રવ્ય રૂપ જૈન ધર્મને પાંચમે સ્તંભ પણ કેટલું મહત્ત્વને છે? તથા જૈન શાસન, શ્રી સંઘ, જેન–શાસ્ત્રો, જૈન ધર્મ વિગેરે સાથે કે કે મહત્તવને સંબંધ ધરાવે છે? તેને પણ પદ્ધતિસરને સારે ખ્યાલ આવી શકે તેમ છે.