________________
આ વિષયની ગંભીરતા અને મર્મો
(૧) દેવ દ્રવ્યોની વૃદ્ધિ વિગેરે આજ્ઞા પૂર્વક એટલે કે વિધિ પૂર્વક કરવાની ભલામણ આઠમી ગાથામાં સ્પષ્ટ શબ્દોમાં છે. એ પ્રમાણે બધાય ધાર્મિક દ્રવ્ય માટે સમજવાનું છે. ઉત્સગ અને અપવાદરૂપ આજ્ઞા વિના ગમે તેટલી વૃદ્ધિ કરો, પરંતુ તે વૃદ્ધિ નહીં પણ પરિણામે હાનિ ગણાય છે. દ્રવ્ય કરતાં સર્વોત્કૃષ્ટ મહત્તા આજ્ઞાના પાલનની સમજવાની હોય છે. તે વિના હાનિ થાય જ.
(૨) મહાસાત્વિક ગુણ ધરાવનાર નિર્લોભી દેવાદિ દ્રવ્યોને વધારે કરવાના ખાસ અધિકારી હોય છે. તે ૧૧ મી ગાથામાં સરસ રીતે બતાવેલ છે. આધ્યાત્મિક ગુણેની પ્રબળતા દેવાદિ દ્રવ્યોની વૃદ્ધિ-રક્ષા-સારસંભાળ વિગેરેમાં મુખ્ય કારણભૂત હોય છે.
(૩) બારમી ગાથામાં–વૃદ્ધિ કરવાની જુદી જુદી રીતેના સંક્ષેપમાં નિરેશ કરવામાં આવેલા છે, કે જે સૂક્ષમતાથી સમજવા જેવા છે.
(૪) વિનાશ દ્વારમાં રાગ, દ્વેષ, લેભ દુરાગ્રહ અજ્ઞાન સંશય, ઉતાવળ, બમણું, ઉપેક્ષા બુદ્ધિ વિગેરે ભાવ દેને વિનાશ કરવા-કરાવવામાં મૂળ કારણે તરીકે જણાવ્યા છે. ઉપરાંત, રક્ષણ કરવાની જાગૃતિ રાખવા માટેની આજ્ઞા પ્રધાન સાવચેતીઓ પણ–૧૭ મી વિગેરે ગાથાઓમાં બતાવેલી છે. વિનાશના ૧૧૨ પ્રકારો બતાવીને તે વિષયને ખૂબ વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવેલો છે. જેથી રક્ષા કરવાના પ્રકારો બરાબર સમજાય.
(૫) ગુણ દ્વારમાં શ્રી તીર્થંકરપણું પામવાના તથા મેક્ષ પામવા સુધીના ફાયદા સ્પષ્ટ રીતે બતાવવામાં આવેલા છે (ગાથા-૨૩-૨૪-૨૫ મી) વૃદ્ધિ વિગેરે કરવાથી આત્માના રત્નત્રયી રૂપ આધ્યાત્મિક ગુણેના વિકાસ રૂપ • મુખ્ય મુખ્ય ફાયદાઓ બતાવ્યા છે.
(૬) દેવાદિ દ્રવ્યોને હાનિ પહોંચાડવા વિગેરેથી આ ભવમાં તથા ભવાંતરમાં કયા કયા નાના મોટા તથા મહાપાપના પરિણામ ભોગવવા પડે છે? તેનું વિસ્તારથી વર્ણન પાંચમા દેષ દ્વારમાં (ગાથા ૨૬ થી ૪૪ સુધી ખાસ મનનથી વાંચવા તથા સમજવા જેવું) છે. તેથી કયા કયા ભાવ દેશે પ્રાપ્ત થાય છે.? તથા બાહ્ય-દ્રવ્ય દે પણ બધિનાશ, અનંત સંસાર, તથા દરિદ્રકુળમાં જન્મ વિગેરે કયા કયા દેશે પ્રાપ્ત થાય? તે ઠીક રીતે બતાવેલા છે. ધર્મની નિંદા