________________
૧૪૦ ]
જાતની બુદ્ધિ-સમજ-ખાસ સંકલ્પ–કરવામાં આવેલ હોય, તે ખાસ પ્રજિકા હોય છે. એટલે “આ અમુક દ્રવ્ય” એમ નક્કી કરવા, સમજવા, અને વાપરવામાં એ ગ્ય દેરવણ આપે છે. (મેર) અહીં–
ભક્તિ, અનુકંપા વિગેરેમાંથી કોઈ પણ પ્રકારની બુદ્ધિ કાર્યકાલે એટલે કે વાપરતી વખતે દોરવણું આપે છે, અને–
નિશ્રા કરતી વખતે સાધારણ બુદ્ધિ નિર્ણય કરી આપે છે. (આ)
ખાસ સ્થાનેમાં વાપરવાની અપેક્ષાએ અને નિશ્રા–સ્થાન રૂપ નિયત ખાસ વિષયની અપેક્ષાએ. એમ બે અપેક્ષાઓ સમજી શકાય છે.
[ સાધારણ દ્રવ્યમાં–સાધારણ દ્રવ્ય તરીકે કાઢતી વખતે કે આપતી વખતે-નિશ્રા કરતી વખતે-સાધારણ બુદ્ધિ મુખ્ય હેાય છે.
અને તે દ્રવ્ય વાપરતી વખતે–સાધારણના જુદા જુદા સાત ક્ષેત્ર જુદા જુદા સમજીને તે દ્રવ્ય વાપરવાનું હોય છે. આપતી વખતે ભલે સાધારણ દ્રવ્ય–એવું નામ રાખ્યું હોય પરંતુ વાપરતી વખતે સાત અલગ અલગ સમજવા જોઈએ. એમ ભાવાર્થ સમજાય છે. સં૦] ૨૧ ત્યાર પછીનું એટલે-ધમ દ્રવ્ય સમજવું. ૨૨ બને ય રીતે–એટલે.
[ નિશ્રા પણ પહેલેથી નક્કી ન કરાઈ હોય, અને વપરાશ કરતી વખતે પણ ચોકકસ કરવામાં ન આવે, એમ બને ય રીતે અનિયત અપેક્ષા [ ધર્મ દ્રવ્યમાં] હાય.] ૨૩ અથવા-[ બીજી રીતે વિચારતાં, અહીં વિચારવાનું એ છે કે—
પાંચ મૂળ દ્રવ્ય, તેમાં સાત ક્ષેત્રરૂપ ૪ થે ભેદ સાધારણ દ્રવ્ય, અને બાર ક્ષેત્રરૂપ પાંચમે ભેદ ધર્મદ્રવ્ય છે. તે ત્રણેયમાં જ્ઞાનદ્રવ્ય આવે છે, તે એ ત્રણેય પ્રકારના જ્ઞાનદ્રવ્યમાં ફરક છે?
એ જ પ્રમાણે દેવદ્રવ્ય મૂળભેદમાં ગણાવેલ છે. જિન પ્રતિમાજી અને જિનમંદિર રૂપ પહેલા દેવદ્રવ્યના સાધારણ દ્રવ્યમાં બે ભેદ ગણાવેલા છે. તે તેમાં ફરક છે? આ પ્રશ્નો હેજે ઉઠે તેમ છે. તેથી ઉપર કહેલું સમાધાન દરેક ઠેકાણે લાગુ કરી લેવું. જેમ કે –
૧ સીધી નિશ્રાથી દેવદ્રવ્ય-જ્ઞાનદ્રવ્ય –કે ગુરુદ્રવ્ય વિગેરે પહેલેથી જ નક્કી કરવામાં આવેલ હોય છે, તે મૂળ ભેદના દ્રવ્યમાં ગણાય.
સાધારણ ઠરાવ્યા પછી સાત ક્ષેત્રમાં વહેંચતી વખતે દેવદ્રવ્ય તરીકે