________________
૨. વૃદ્ધિદ્વાર
[ ૧. અધિકારી. ગાથા ૫-૬
ઉપર એ ગાથાઓમાં જણાવ્યા પ્રમાણે લાયકાત ધરાવનાર ગૃહસ્થ હાય, તે પ્રાયઃ—
૧૪
ઉત્સગ નિયમથી—
દેવ દ્રવ્ય વિગેરેમાં વૃદ્ધિ કરવા માટે ચેાગ્ય અધિકારી છે. એમ શ્રી જિનેશ્વરદેવાએ કહેલું છે. તે આ પ્રમાણે.—
“કેવા ગૃહસ્થ ચેાગ્ય છે.?”
૧. સુખ-સ્વજન ધરાવનાર=કુટુંબી વગ જેને ( સગાં, સબંધી–જ્ઞાતિ મિત્ર ) અનુકૂળ (દરેક સારા કામમાં સમ્મત તથા સાથ આપનાર–પ્રોત્સાહક) હાય, ૨. શ્રીમંત=ન્યાયથી મેળવેલા ધનથી સમૃદ્ધ હાય,
૩. યુક્ત=( પ્રતિષ્ઠિત ) રાજા તરફના માન-સન્માન વિગેરેને ચેાગ્ય હાય, જેથી કરીને વિરોધીઓ કાઈ પણ કામમાં જેના સામના કરવાની હિંમ્મત કરી ન શકે, ત્યાં સુધીની લાયકાત ધરાવનાર,
૪. કુળવંત=ઉત્તમ વંશમાં જન્મેલ હાય, જેથી કરીને, પ્રતિજ્ઞા-કછુલાત–વિગેરે જે પ્રમાણે કરે, તેનું તે પ્રમાણે ખરાખર પાલન કરનાર,
૫. અક્ષુદ્ર=(હલકટપણું કે કૃપણુંપણું ન ધરાવતા) દાન-કુશળ ( ઉદારદિલ), ૬. ખૂબ ધીરજવંત=(ગમે તેવા વિકટ સંજોગેામાં પણ) મનનુ સમતાલપણું ન ગુમાવતાં, તે ટકાવી રાખવાનું સામર્થ્ય ધરાવનાર, એ ઉપરાંત૭. ચાલુ બાબતના અનુભવી જ્ઞાતા ચૈત્ય દ્રવ્ય વગેરેમાં વધારા કરવાના વિધિ વિગેરેના સારા જાણકાર,
૮. આજ્ઞા-પ્રધાન=શ્રી આગમ શાસ્ત્રાની આજ્ઞાને આધીન, ૯. ધમના રાણી=સારી રીતે ધર્મિષ્ઠ,
૧૦. ગુરુ ભક્તિમાં તત્પર=એટલે કે ગુરુ સ્થાને રહેલા પૂજવા ચાગ્ય પુરુષાની સેવા-ભક્તિ કરવામાં તત્પર,
૧૧. શુશ્રુષા વિગેરે ગુણા યુક્ત=વિવેક (શાસ્રો સાંભળવાની ઈચ્છા વિગેરે ધમ પ્રેમીના આઠ ગુણ્ણા શાસ્ત્રોમાં જણાવ્યા છે, તે) ધરાવનાર વિવેકી, ૧૨. મતિમા=જાત સમજથી સારા બુદ્ધિશાળી (સુંદર–પરિણામ દી”
સમજ ધરાવનાર).