________________
અંતમાં, આ પુસ્તકના પ્રકાશનની જવાબદારી આપણું સાહિત્ય, પરિષદે સામે ચાલીને ઉઠાવી એ મારે માટે આનંદ અને ગૌરવને વિષય છે, અને હું એ માટે પરિષદને અત્યંત ઋણી છું. ગુજરાતી ભાગ છાપનાર આદિત્ય મુદ્રણાલયના તથા સંસ્કૃત ભાગ છાપનાર નવજીવન મુદ્રણાલયના વ્યવસ્થાપક શ્રી કાંતિલાલ મિસ્ત્રી તેમ જ શ્રી જિતેન્દ્ર દેસાઈ તથા તેમના સહાયક ભાઈ શ્રી લાલુભાઈ પટેલ તરફથી મળેલા સ્નેહભર્યા સહકારને પણ હું સાભાર સંભારું છું.
૧૫-૨-૧૯૮૧ ૨૫, સરદાર પટેલ નગર, અમદાવાદ-૬
નગીનદાસ પારેખ