________________
૫૨ ] બીજા વિકલ્પનું ખંડન
[ દવન્યાક - આવા દાખલાઓને કદી દવનિનાં ઉદાહરણ ન કહી શકાય, કારણ કે –
૧૫ જે શબ્દ, વ્યંજના સિવાય બીજી કોઈ રીતે પ્રગટ ન કરી શકાય એવું ચાવ પ્રગટ કરતે હેાય અને વળી વ્યંજનાવૃત્તિ ધરાવતા હોય તે જ ધ્વનિ નામને પાત્ર છે.
અહીં આપેલાં ઉદાહરણેમાં (લક્ષક) શબદ બીજી રીતે. પ્રગટ ન થઈ શકે એવા ચારુત્વનું કારણ બનતું નથી, અર્થાત્, એ ઉદાહરણેમાંના “કહી આપે છે”, “અનુભવે છે” વગેરે લક્ષક શબ્દ એવું કેઈ સૌંદર્ય પ્રગટ નથી કરતા, જે બીજા શબ્દથી પ્રગટ ન થઈ શકત, મતલબ કે એ વાચ્યમાં પણુંમૂકી શકાત, એટલે એને ધ્વનિ ન કહી શકાય.
એટલું જ નહિ –
લાવણ્ય” વગેરેની જેમ જે શબ્દો પોતાના અર્થ કરતાં બીજા અર્થમાં રૂઢ થયેલા છે, તે વપરાય ત્યારે અવનિ પદને પામતા નથી.
એ શબ્દોમાં પણ લક્ષણ તે હેય છે, એટલે એમને. પણ કોઈ વાર ધ્વનિ કહી તે શકાય, પણ તે જુદા કારણે, એવા શબ્દના કારણે નહિ.
“લાવણ્ય', “કુશલ', “પ્રતિકૂલ' વગેરે શબ્દો પિતાના મૂળ અર્થ કરતાં જુદા જ અર્થમાં વપરાતા થઈ ગયા છે. “લવણુ” એટલે મીઠું. લવણું” ઉપરથી ભાવવાચક નામ “લાવણ્ય' બન્યું, એટલે એનો અર્થ
ખારાશ’ એ થાય. શાક વગેરેમાં મીઠું નાખવાથી તેને સ્વાદ સારો લાગે છે, એ ઉપરથી “સુંદરતા'ના અર્થમાં લાવણ્યશબ્દ વપરાતે થયો. શરૂઆતમાં તો એ પ્રયોગ લાક્ષણિક જ હતો, પણ પછી એ આ બીજા અર્થમાં એવો તો રૂઢ થઈ ગયો કે કોઈને એના મૂળ અર્થની સ્મૃતિ પણ