SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ . ઉદ્યોત ૧૩ ] અપ્રસ્તુત સંસામાં વનિના અંતભવને નિષેધ [ ૩૯ સામાન્ય વ્યંજિત થતું હોય, (૩) જેમાં અમરતુત કારણથી પ્રસ્તુત કાર્ય વ્યંજિત થતું હોય, (૪) જેમાં અપ્રસ્તુત કાર્યથી પ્રસ્તુત કારણ વ્યંજિત થતું હોય; આમ ચાર અને પાંચમો ભેદ તે (૫) સાદસ્યમૂલક. આપણે એ . બધા પ્રકારોનાં ઉદાહરણ જોઈએ. ૧. “ શી સંસારની નિર્ધાણતા (દૂરતા) ! શી આપદોની દુષ્ટતા ! સ્વભાવથી જ કુટિલ વિધિની ગતિ દુઃખદાયક છે.” અહીં પ્રસ્તુત છે કે એક માણસની દુઃખદ સ્થિતિ અને કથન કર્યું છે “સંસાર કેવો નિર્ઘણ છે ” એવા સામાન્યનું. અહીં વાચ્ય અને વ્યંગ્ય બંનેનું પ્રાધાન્ય સરખું છે, એટલે અહીં ધ્વનિ સંભવતો નથી. ૨. “એ મૂર્ખાએ કમળના પાંદડા ઉપરના પાણીના ટીપાને મોતી માની લીધું, એ કંઈ મોટી વાત નથી. એથી પણ આગળ સાંભળો. એ જ્યારે તે “મોતી ને ધીમેથી ઉપાડવા ગયો ત્યારે આંગળી અડતાં જ તે એલેપ થઈ ગયું, એટલે “મારું મોતી ક્યાં ઊડી ગયું?” એવી ચિંતામાં ને ચિંતામાં તેને રોજ ઊંધ જ આવતી નથી.” અહીં પાણીના બિંદુને મોતી માની લેવારૂપ અપ્રસ્તુત વિશેષના કથન દ્વારા મૂર્ખાઓ અસ્થાને મમત્વ બાંધે છે, એવા સામાન્યને બોધ કરાવવામાં આવ્યો છે. અહીં પણ વાય અને વ્યંગ્યનું પ્રાધાન્ય સરખું છે, તેથી વનિ સંભવતો નથી. આમ, સામાન્ય-વિશેષ-ભાવ-મૂલક બંને પ્રકારોમાં વનિને સમાવેશ ન થઈ શકે. . “ જેઓ આપણી ચડતી જોઈને રાજી થાય અને પડતી વખતે છોડી ન જાય, તેઓ જ સાચા મિત્ર છે, બંધુ છે, બીજા બધા લોકો તો સ્વાથ છે.” અહીં સાચા મિત્રનું વર્ણન કર્યું છે તે કારણ છે, અને અપ્રસ્તુત છે. એના દ્વારા કહેવું એ છે કે “કઈ હિતૈષીની સલાહ માનવી'. એ કાર્ય છે અને પ્રસ્તુત છે. આમ, અહીં વ્યંગ્ય કાર્યની પ્રતીતિ થાય છે, પણ અહીં કારણનું કથન પણ પ્રધાન છે; કારણ, તે જ કાર્યનું સમર્થન કરે છે. આમ, અહીં પણ વ્યંગ્ય અને વ્યંજક બંને પ્રધાન હાઈ ઇવનિ સંભવતો નથી. ૪. “સમુદ્રમંથન પહેલાંના પરિજાત વગરના સ્વર્ગનું, કૌસ્તુભ અને લક્ષ્મી વગરના મધુમથન વિષ્ણુ ભગવાનના વૃક્ષાસ્થલનું તથા ભગવાન શંકરની જટાના બાલચંદ્ર વગરના અગ્રભાગનું મને સ્મરણ છે.”
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy