SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ] સકરાલારમાં ધ્વનિના અંતર્ભાવને નિષેધ [ વન્યાલક આમાં જે ત્રણ વિશેષણે આવે છે, તેને વિગ્રહ બે રીતે થઈ શકે છે. જેમ કે “ચંદ્રમુખી” એટલે “ચંદ્ર એ જ જેનું મુખ છે એવી', અથવા “ચંદ્ર જેવા મુખવાળી '. જે પહેલે અર્થ કરીએ તો રૂપક અલંકાર થાય, અને બીજે અર્થ કરીએ તો ઉપમા અલંકાર થાય. આ બેમાંથી કયો અલંકાર સ્વીકારો અને કા છોડી દે એને નિર્ણય કરવા માટે કોઈ પ્રબળ સાધન નથી. એટલે અહીં સંદેહ-સંકર અલંકાર છે. અહીં વાચ કર્યો અને વ્યંગ્ય કયે એને જ નિર્ણય થઈ શકતો નથી, એટલે કે ગૌણુ અને કયે પ્રધાન એવો પ્રશ્ન જ ઊભો થતો નથી. તેથી અહીં વનિ સંભવ નથી. ૨. શબ્દાર્થાલંકાર-સંકર. એમાં એક જ વાકયમાં શબ્દાલંકાર અને . અર્થાલંકાર ભેગા આવ્યા હોય છે. જેમ કે स्मर, स्मरमिव प्रियं रमयसे यमालिंगनात् ।। [જેને તું આલિંગન દઈને રમણ કરાવે છે, તે કામદેવ જેવા પ્રિયનું. સ્મરણ કર.] આ વાકયમાં “સ્મર” શબ્દ બે વાર આવે છે, એટલે યમક નામે શબ્દાલંકાર છે; “કામદેવ જેવા’ કહ્યું છે એટલે ઉપમા નામે અર્થાલંકાર પણ છે. આથી એ શબ્દાર્થાલંકાર-સંકરનો દાખલો છે. એમાં કોઈ વ્યંગ્યાર્થીની પ્રતીતિ જ થતી નથી. ૩. અર્થાલંકારના એક વિષયાનુપ્રવેશરૂપ સંકર. એમાં એક જ વાક્યમાં એકથી વધુ અર્થાલંકારે ભેગા થયા હોય છે. જેમ કે – સૂર્ય અને દિવસને ઉદય અને અસ્ત એક સાથે થાય છે, તેથી સૂર્ય અસ્ત પામતાં થાકેલે દિવસ જાણે અંધકારરૂપી ગુફામાં પેસી જાય છે. ” આ શ્લોકમાં અંધકારરૂપી ગુફા (તમોગુદા) એ રૂપક છે, અને જાણે પેસી જાય છે” એ ઉપ્રેક્ષા છે. આમ, અહીં બે અર્થાલંકારો ભેગા થયા છે, એટલે એ ત્રીજા પ્રકારનો સંકરાલંકાર થયો. એ બંને અલંકારોમાં કોઈ પ્રધાન કે કઈ ગૌણ નથી, અને અહીં કોઈ વ્યંગ્યાર્થ પણ પ્રતીત થતું નથી. ૪. અંગાંગિભાવ અથવા અનુગ્રાહ્ય-અનુગ્રાહકભાવ સંકર. એમાં એકથી વધુ અલંકારો સ્વતંત્ર ભાવે નહિ પણ એકબીજા સાથે અંગાંગિભાવે કે પરસ્પરોપકારકભાવે રહેલા હોય છે. જેમ કે –
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy