________________
પ્રકાશકનું નિવેદન
શિષ્ટ ગ્રંથે પ્રગટ કરવા એ પણ પરિષદ-પ્રવૃત્તિને એક ભાગ છે. શ્રી નગીનદાસ પારેખે સંપાદિત કરેલ વન્યાલકની આ આવૃત્તિ ગુજરાત સરકારની આર્થિક સહાયને કારણે આટલી પણ વહેલી થઈ શકી છે એ અહીં નોંધવા જેવું છે.
ધ્વન્યાલેક પુસ્તકના પ્રત્યેક પ્રકરણમાં સામગ્રી એકઠી કરવાની જહેમત, તેની ચકાસણી કરવાની તત્પરતા અને એમને શાસ્ત્રીય પદ્ધતિએ સંકલિત કરવાની સૂઝ અહીં જોવા મળે છે. આવાં પુસ્તક માટે વિદ્યા-સમાજમાં તીવ્ર માગ ઊભી થવી જોઈએ.
આ પુસ્તક અભ્યાસીઓને ઉપયોગી થશે અને એમના દ્વારા જિજ્ઞાસુ વર્ગ સુધી પહોંચશે તે પરિષદની આ પ્રવૃત્તિને પ્રોત્સાહન મળશે.
રઘુવીર ચૌધરી કુમારપાળ દેસાઈ મફત ઓઝા