SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ ] ઉક્તિવૈચિત્ર્ય નવીનતામાં વધારે કરે [ ધ્વન્યાલોક ઉકિતવૈચિત્ર્ય નવીનતામાં વધારે કરે ઉપરાંત, ઉક્તિવૈચિત્ર્યને કાવ્યની નવીનતામાં કારણ ગણો તે તે અમારા પક્ષને અનુકૂળ જ છે. કારણ, કાવ્યર્થની અનંતતા સાધવાનાં અમે (દેશ, કાલ, અવસ્થા વગેરે) જેટલા પ્રકારો બતાવ્યા છે તે બધા ઉક્તિવૈચિત્ર્યથી બમણા થઈ જશે. અને આ જે ઉપમા, કલેષ વગેરે પ્રસિદ્ધ અલંકારો છે તેઓ પોતે જ ઉક્તિવૈચિત્ર્યથી નિરૂપાતાં તેમાંના દરેકના સેંકડો ફાંટા થઈ જશે. પોતાની ભાષામાં રચાયેલી ઉક્તિના બીજી ભાષાઓમાં થતા જુદા જુદા અર્થને કારણે ઊપજતા વૈચિયથી કાવ્યર્થોને વળી એક જુદી જ અનંતતા પ્રાપ્ત થાય છે. જેમ કે મારી જ નીચેની ગાથા – महु महु इत्ति भणताहो वच्चदि कालु जणस्सु । तोइ ण देउ जणणउ गोअरीभोदि मणस्सु ॥ (મારું મારું એમ બોલતાં બોલતાં માણસને સમય વીતી જાય છે, તે પણ તેના મનમાં દેવ જનાર્દન પ્રત્યક્ષ થતા નથી.) આ અર્થ કરતી વખતે મદુ મદુને અર્થ “મારું મારું' એવો કર્યો છે, પણ સિંધી ભાષામાં એનો અર્થ “મધુ” “મધુ” એટલે કે “મધુસૂદન” મધુસૂદન ” એવો પણ થઈ શકે, અને એ અર્થ લઈએ તે આ પદ્યમાં વિરોધાભાસ અલંકારની પ્રતીતિ થાય. કારણ, આખો વખત “મધુસૂદન' મધુસૂદન” એમ બોલ્યા કરનારના મનમાં એ “મધુસૂદન’નાં દર્શન થતાં નથી. આમ, જેમ જેમ વિચાર કરતા જઈએ છીએ તેમ તેમ, કાવ્યના અર્થનો કોઈ પાર જ આવતું નથી. પણ એટલું કહી શકાય કે – અવસ્થા વગેરેના ભેદ પ્રમાણે વાચ્યાર્થીની રચના, આ ભેદે આ પહેલાં ૭મી કારિકામાં જણાવવામાં આવ્યા છે. કાવ્યમાં પુષ્કળ જોવામાં આવે છે.
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy