SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ ] મહાભારતના પ્રધાન રસ શાંત [ ધ્વન્યાલોક ભારતમાં. રામાયણમાં તે સ્વયં આદિકવિએ કરુણરસ આલેખે છે, કારણ, તેમણે પોતે જ કહ્યું છે કે “શેક લેકત્વને પામ્યો.” અને પોતાના પ્રબંધને અંતે સીતાના આત્યંતિક વિયેગનું નિરૂપણ કરીને ઠેઠ સુધી તેને જ ટકાવી રાખે છે. મહાભારતના પ્રધાન રસ શાંત મહાભારતનું સ્વરૂપ શાસ્ત્રનું છે અને તેમાં કાવ્યનું સૌદર્ય પણ છે. એને અંતે જીવનને રસ ઊડી જાય એ યાદન અને પાંડને અંત ચીતરીને મહામુનિએ એ ગ્રંથનું પ્રધાન તાત્પર્ય વિરાગ્ય ઉત્પન્ન કરવાનું છે, અને મેહનામનો પુરુષાર્થ અને શાંત રસ જ મુખ્યપણે વિવક્ષિત છે, એમ સૂચવેલું છે. બીજા વ્યાખ્યાતા એ પણ કેટલેક અંશે એનું વિવરણ કરેલું છે. અને મહામહના અંધકારમાં પડેલા લોકોને, વિમલજ્ઞાનરૂપ પ્રકાશ આપીને ઉદ્ધાર કરવાની ઇચ્છાવાળા તે લેકનાથે કહેતાં વ્યાસે પણ – જેમ જેમ આ સંસારની અસારતા પ્રગટ થતી જશે તેમ તેમ એના ઉપર વૈરાગ પેદા થતા જશે, એમાં શંકા નથી.” એમ વારે વારે કહીને એ જ વાત કહી છે. તેથી કરીને, બીજા રસોએ ગૌણ બનીને પુષ્ટ કરેલો શાંત રસ અને બીજા પુરુષાર્થોએ ગૌણ બનીને પુષ્ટ કરેલો મોક્ષરૂપ પુરુષાર્થ જ પ્રધાનપણે વિવક્ષિત છે, એવું મહાભારતનું તાત્પર્ય સ્પષ્ટપણે પ્રતીત થાય છે. રસનો અંગાંગિભાવ તે આ પહેલાં જ (ઉદ્યોત ૩, કારિકા ૨૦ વગેરેમાં) પ્રતિપાદિત થઈ ગયેલ છે. વાસ્તવિક અંતસ્તવને કહેતાં આત્માને વિચાર ન કરીએ તો, શરીર ગૌણ સેવા છતાં તેને પણ પ્રધાન અને સુંદર ગણી શકાય, તેમ મહાભારતમાં પણ એના અંતસ્તવને ધ્યાનમાં ન લઈએ તે બીજા અંગભૂત રસને અને પુરુષાર્થને પ્રધાન અને ચારુત્વમય ગણવામાં વિરોધ નથી. અહી કોઈ એ પ્રશ્ન ઉઠાવી શકે કે મહાભારતમાં જે જે વિવક્ષાવિષય છે તે બધા અનુક્રમમાં દર્શાવેલા છે, પણ
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy