________________
ઉદ્યોત ચેાથે આ પ્રમાણે વાંધાઓનું નિરાકરણ કરવા માટે ભેદે અને -ઉપભેદે સહિત વિનિનું નિરૂપણ કર્યા પછી, એ નિરૂપણનું બીજું એક પ્રયજન પણ બતાવે છે.
વનિ અને ગુણભૂતવ્યંગ્યને આ જે માર્ગ બતાવ્યો, તેનાથી અર્થાત તેના જ્ઞાનથી કવિઓની પ્રતિભા અનંતતાને પામે છે.
આ જે દવનિ અને ગુણભૂતવ્યંગ્યનો માર્ગ બતાવ્યો, તેનું બીજું એક ફળ એ છે કે એથી કવિપ્રતિભા અનંત બની જાય છે. દવનિથી જેના વિષયમાં પણ નવીનતા આવે છે
કેવી રીતે એમ પૂછો, તો એનો જવાબ એ છે કે –
આ વનિ અને ગુણીભૂતવ્યંગ્યમાંનાં કઈ એકથી પણ વિભૂષિત વાણુ પુરાણું અર્થવાળી હોય તેયે નવીનતા ધારણ કરે છે.
કહેવાનો અર્થ એ છે કે કવિએ વર્ણવવાના વિશે તો મર્યાદિત છે, અને આદિકવિથી માંડીને આજ સુધીના કવિઓ તેનું અનેકવાર અનેક રીતે વર્ણન કરી ચૂક્યા છે, એટલે બધા વિષયે જૂના થઈ ગયા છે. પણ જે કવિની વાણી અહીં બતાવેલા વનિ અને ગુણભૂતવ્યંગ્યના માર્ગને આશ્રય લેશે તો એ જૂના વિષયે પણ નવીનતા ધારણ કરશે. એમ કહીને હવે વનિના જુદા જુદા પ્રકારોને કારણે જૂના વિષયો પણ નવીનતા કેવી રીતે ધારણ કરે છે તેનાં ઉદાહરણ આપે છે.
વનિના પહેલાં બતાવેલા ભેમાંના કોઈ એકથી પણ વિભૂષિત થયેલી વાણી, પહેલાંના કવિઓએ નિરૂપેલા વિષયને સ્પર્શતી હોય તે), નવીનતા ધારણ કરે છે. અવિવક્ષિતવાથી આવતી નવીનતાનાં ઉદાહરણ
અવિવક્ષિતવાય ધ્વનિના બે પ્રકારેને આશ્રય લેવાથી વિષય જૂનો હોય તોયે નવીનતા આવી હોય એવાં ઉદાહરણ –